યાત્રાધામોના વિસ્તૃતિકરણ પ્રોજેક્ટ અંતર્ગત સોમનાથ કોરિડોર તૈયાર કરવા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે સોમનાખ ખાતે અસરગ્રસ્તો સાથે બેઠક કરી હતી. આ કોરિડોર માટે સોમનાથ મંદિરની આસપાસ જમીન સંપાદન થશે. જેમાં મકાનો, ગેસ્ટ હાઉસ સહિત 384 મિલકત સંપાદિત થશે. જમીન સંપાદનને લઈને અસરગ્રસ્ત લોકોમાં કચવાટ શરૂ થયો છે. જિલ્લા કલેક્ટરે બેઠકમાં મિલકતધારકોને અપેક્ષિત કિંમત કહેવા માટે જણાવ્યું હતું. તમામ અસરગ્રસ્તોને પૂરતુ વળતર મળશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું.


મકાનો, ગેસ્ટહાઉસ સહિત 384 મિલકત સંપાદિત થશે

સોમનાથ મંદિર પાસે તૈયાર થનારા સોમનાથ કોરિડોરને લઈને વહિવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. મંદિર આસપાસના સેંકડો મકાનો અને ગેસ્ટ હાઉસની જમીનો સંપાદિત કરાશે. આજે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એ.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં અસરગ્રસ્તો સાથે બેઠક યોજાઈ હતી. સોમનાથ કોરિડોર માટે 384 મિલકતોનું સંપાદન કરવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા મિલકત ધારકોને તેમની અપેક્ષાની કિંમત તંત્રને જણાવવા અનુરોધ કર્યો હતો.

મિલકતધારકોને અપેક્ષિત કિંમત કહેવા જણાવાયું

આજે સોમનાથ કોરિડોર માટે સંપાદિત થનારી જમીનના તમામ અસરગ્રસ્તોને એક ફોર્મ આપવામાં આવ્યું હતું. જેમાં મિલકત ધારકોને તેમની મિલકતનું વર્ણન અને અપેક્ષિત કિંમત જણાવવા કહ્યું હતું. સરકાર તમામ અસરગ્રસ્તોને પૂરતુ વળતર આપવા કટિબદ્ધ હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. અગાઉ અસરગ્રસ્તો વચ્ચે તંત્રની અનેક મેરેથોન બેઠકો યોજાઈ હતી. હવે આખરી તબક્કે કાર્યવાહી થાય તેવો અણસાર દેખાઈ રહ્યાં હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

  • Follow us on: