સોમનાથમાં મંગળવારના રોજ વિજયરૂપાણીના અસ્થિઓનું ધાર્મિક વિધિ મુજબ વિસર્જન કરવામાં આવ્યું. ત્રિવેણી સંગમ ખાતે વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અને પુત્ર ઋષભ રૂપાણીએ ધાર્મિક વિધિઓ કરી હતી. જણાવી દઈએ કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીનું અમદાવાદમાં એરઇન્ડિયા પ્લેન અકસ્માતમાં મોત નિપજયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં પૂર્વમુખ્યમંત્રી રૂપાણી સહિત 280 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.


પુત્ર ઋષભે કર્યું રૂપાણીના અસ્થિનું વિસર્જન

ત્રિવેણી સંગમ ખાતે પ્રાર્થનાસભામાં વિજયરૂપાણીના પત્ની અંજલિ અને પુત્ર ઋષભ અને તેમની પુત્રી સહિત તેમના કુટુંબીજનો પણ હાજર હતા. રૂપાણીના અસ્થિવિસર્જન પહેલા તેમના પુત્ર ઋષભ દ્વારા હિન્દુમાં થતી ધાર્મિક વિધિ કરવામાં આવી. જેમાં રૂપાણીના મિત્રો અને તેમના કુટુંબીજનો અને ખાસ મિત્રો પણ ઉપસ્થિત હતા. ધાર્મિક વિધિ સાથે ત્રિવેણી ઘાટ પર વિજયરૂપાણીના પુત્ર દ્વારા તેમના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું.

એરઇન્ડિયા અકસ્માતમાં થયું હતું રૂપાણીનું નિધન

12 જૂનનો રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એરઇન્ડિયાની AI-171 બોઇંગ 787 ફ્લાઇટ ક્રેશ થતા મોટી દુર્ઘટના બનવા પામી હતી. આ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણી પણ સવાર હતા. તેઓ આ વિમાનમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. એરઈન્ડિયાની ફલાઈટે ઉડાન ભર્યાના થોડી જ ક્ષણમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા મોટી જાનહાનિ થઈ હતી. પ્લેન અકસ્માતમાં પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર સહિત સ્થાનિકોના પણ મોત થયા હતા. 

રાજકીય સન્માન કરાયા હતા અંતિમ સંસ્કાર

16 જૂનના રોજ રાજકોટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. 

  • Follow us on: