અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નશ્વર દેહ રાજકોટ પહોંચ્યો હતો. આ દરમિયાન અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગ્રીન ચોકડીથી નિવાસ સ્થાન સુધી યાત્રા નિકળી હતી. તેમના નશ્વર દેહને ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જવાશે.


નિવાસ સ્થાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નશ્વર દેહ અમદાવાદથી રાજકોટ પહોંચ્યો છે. ગ્રીન ચોકડીથી તેમના નિવાસ સ્થાન સુધી યાત્રા નીકળી છે. તેમના નશ્વર દેહને નિવાસ સ્થાને લઈ જવાશે. આ ઉપરાંત પુજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે પણ તેમના નશ્વર દેહને લઈ જવામાં આવશે. સાંજે પાંચ વાગ્યા સુધી નિવાસ્થાને વિજયભાઈના નશ્વર દેહના અંતિમ દર્શન થશે. આ ઉપરાંત તેમને નિવાસ સ્થાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. 

સાંજે છ વગ્યા બાદ તેમની અંતિમ યાત્રા નીકળશે

સાંજે છ વગ્યા બાદ તેમની અંતિમ યાત્રા નીકળશે. રાજકોટમા ંરામનાથપરા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થશે. હાલમાં તેમના નિવાસ સ્થાને નેતાઓ અને લોકોનો જમાવડો જોવા મળ્યો છે. વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટમાં જનમેદની ઉમટી પડી છે. યાત્રા દરમિયાન અનેક લોકો હાથમાં ફૂલ લઈને વિજયભાઈને પુષ્પાંજલિ અર્પી રહ્યા છે. રસ્તાની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં છે. પુષ્પની વર્ષા કરીને લોકોએ વિજયભાઈને શ્રદ્ધાજલિ આપી છે. 




  • Follow us on: