ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ દ્વારા રાજ્યના દેવા અને વ્યાજમાફીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાજ્ય સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ કોંગ્રેસના સવાલનો જવાબ આપ્યો હતો. રાજ્યના દેવા અને વ્યાજની ચુકવણીના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. રાજ્યનું જાહેર દેવુ 3.99 લાખ કરોડ પર પહોંચ્યું છે. સરકારે કેન્દ્રીય સંસ્થા, લોન, નાણાકીય સંસ્થા અને બજાર લોન દ્વારા ભંડોળ મેળવ્યું છે.


બચત કરીને રાજ્યનો વહિવટ ના ચલાવી શકાય

રાજ્ય સરકારે બજાર લોન પર વર્ષ 2024-25માં 22440 કરોડ રૂપિયા વ્યાજની ચૂકવણી કરી છે. સરકારે કેન્દ્ર પાસેથી 7થી 50 વર્ષ માટે લોન લીધી હતી. આ ઉપરાંત 2થી 15 વર્ષની મુદત માટે બજાર લોન લીધી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, બચત કરીને રાજ્યનો વહિવટ ના ચલાવી શકાય. વેરાની આવકમાંથી ખર્ચ કરવામાં આવે તો લોકોના વેરા વધી જાય. દેવુ કરવાથી લાંબા ગાળાના ખર્ચ વહેંચાઈ જાય અને વર્તમાન લિક્વિડિટી જળવાઈ રહે છે. દેવુ કરીને ઘી પીવાય પણ ઘાસતેલ ના પીવાય. દેવુ કરીને કાશ્મીરથી કપડાં મંગાવવા એ મોજશોખ કહેવાય. આપે એ જ લોકો જેની પાસે ભરપાઈ કરવાની તાકાત હોય છે. 

આ પણ વાંચોઃ Himatnagar News: સાબર ડેરીમાં ‘ધીંગાણું’, બે ડિરેક્ટરોએ ખુરશીને લાત મારતા જશુ પટેલ ગબડી પડ્યા


  • Follow us on: