વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે,આ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નર્મદાના પાણી અથવા સ્થાનિક ડેમ આધારિત શુદ્ધ પાણી નાગરિકોને પહોંચાડવામાં આવે છે.

જસદણ તાલુકાના કુલ 115 ગામના 348842 નાગરિકોને લાભ

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રાજકોટ અને જસદણ તાલુકાના કુલ 115 ગામના 348842 નાગરિકોને લાભ આપવામાં આવી રહ્યો છે.આ યોજના અંતર્ગત રૂ. 20332.28 લાખના નાગરિકલક્ષી કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.

95 ગામના નાગરિકોને લાભ આપવામાં આવે છે

ભાવનગર જિલ્લાના પસવી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના વિશે માહિતી આપતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ 12 જૂથ યોજનાઓ અંતર્ગત 661 ગામના નાગરિકોને લાભ આપવામાં આવે છે.આ યોજનાના ફેઝ 2 કાર્યરત થવાથી અંદાજિત 2,91,577 નાગરિકોને માથાદીઠ 100 લીટર જેટલું પાણી આપવામાં આવે છે. જેમાં 95 ગામના નાગરિકોને લાભ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ Rajkot: મનપાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં, 6 અલગ અલગ બ્રાન્ડની પાણીની બોટલોના નમૂના લેવાયા