ગુજરાત વિધાનસભામાં આજે સરકાર દ્વારા વર્ષ 2026-2027 માટે બજેટ રજૂ કરાયું. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ સતત 5મી વખત બજેટ રજૂ કર્યું. બદલાતા હવામાનને લઈને રાજ્યના નાગરિકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ બનાવવામાં આવી. આજે રજૂ કરાતા બજેટમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹૪૨૯ કરોડની જોગવાઇ કરાઈ.
બજેટમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં કરાયેલ જાણો મહત્વની જાહેરાત
- ગુજરાતે ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ લોન્ચ કરી દેશમાં ક્લાઇમેટ સૂચકાંકો સંબંધિત માહિતી જિલ્લા સ્તરે પ્રદર્શિત કરતું પોર્ટલ બનાવનાર દેશના પ્રથમ રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે.
- સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ₹૨૭૮ કરોડની જોગવાઇ.
- બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા
- ₹૧૬ કરોડની જોગવાઇ.
- ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે જેવી ૭૦ જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹૧૨ કરોડની જોગવાઇ.
- રાજ્યની શાળાના બાળકોમાં Climate Experimental Learning Module દ્વારા મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા ₹૯ કરોડની જોગવાઇ.
- ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા હસ્તકના સ્મશાનગૃહોમાં ૧૨૦૦ સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા ₹૭ કરોડની જોગવાઇ.
- ગુજરાતમાં ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે ₹૫ કરોડની જોગવાઇ.
- રાજ્યની સરકારી ઇમારતો પર સ્થાપિત સોલાર રૂફટોપ/વિન્ડ/હાઈબ્રીડ સિસ્ટમ માટે IOT આધારિત મોનિટરિંગ વ્યવસ્થા માટેનું આયોજન.













