ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિમાનમાં હતા. હવે વિમાનમાં બેઠેલા તેમનો એક ફોટો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનની આગળ બેઠેલી એક મહિલા મુસાફરે વિજય રૂપાણીનો આ ફોટો ક્લિક કર્યો હતો. તમને જણાવી દઈએ કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીના મૃત્યુના સમાચારની પુષ્ટિ થઈ ગઈ છે.


પરિમલ નથવાણીએ વ્યક્ત કર્યું દુ:ખ

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં સેંકડો લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. મૃતદેહોની ઓળખ ધીમે ધીમે કરવામાં આવી રહી છે. આ મૃતદેહોની તપાસ દરમિયાન અધિકારીઓએ વિજય રૂપાણીના મૃત્યુની પુષ્ટિ કરી છે.

આ સમાચાર બાદ ભારતીય જનતા પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિમલ નથવાણીએ એક્સ પર પોસ્ટ શેર કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. વિજય રૂપાણીના મૃત્યુ પહેલાની એક તસવીર પણ સામે આવી છે.


એક મહિલા મુસાફર દ્વારા લેવામાં આવ્યો હતો છેલ્લો ફોટો 

વિજય રૂપાણીનો છેલ્લો ફોટો વિમાનમાં એક મહિલા મુસાફરે લીધો હતો. ફોટામાં વિમાનના બિઝનેસ ક્લાસમાં આગળની સીટ પર બેઠેલી મહિલાએ વિજય રૂપાણી સાથે પોતાના મોબાઈલમાં એક સેલ્ફી લેતી જોવા મળે છે. આ દરમિયાન, વિજય રૂપાણી હાથમાં સ્ટ્રો પકડીને જોવા મળે છે.

ટેકઓફ દરમિયાન પ્લેન થયું ક્રેશ

ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. વિમાનમાં 242 લોકો સવાર હોવાના અહેવાલ છે. ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોએ ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત અમદાવાદ એરપોર્ટની નજીક આવેલા મેઘાણી નગર વિસ્તારમાં થયો હતો. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: