દેશભરમાં સ્વતંત્રતા દિવસની જોરશોરથી ઉજવણી થઈ રહી છે. આવતીકાલે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વ મનાવવામાં આવશે. આ ખાસ દિવસે વિવિધ ક્ષેત્રના લોકોને રાષ્ટ્રપતિ દ્વારા તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ મેડલથી સન્માનિત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલની જાહેરાત થઈ ગઈ છે. દરમિયાન ગુજરાતના 23 પોલીસ જવાનોની આ વિશિષ્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી.
રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ
ભારતના રાષ્ટ્રીય તહેવાર 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે. આ ખાસ મેડલ માટે ગુજરાતના 23 પોલીસ જવાનોની પસંદગી થઈ છે. જેમાં 23 પોલીસ અધિકારી-કર્મચારીને અને 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ અપાશે.જ્યારે 21 અધિકારીઓને પ્રશંસનીય સેવા માટે મેડલ આપવામાં આવશે. આ ઉપરાંત IPS પિયુષ પટેલને વિશિષ્ટ સેવા માટે અને DySP મુકેશ સોલંકીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે.
ઉત્કૃષ્ટ સેવા બદલ ગુજરાત પોલીસના જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રકની કરવામાં આવી જાહેરાત. સ્વાતંત્ર્ય દિવસ પર ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને મળશે મેડલ
કેન્દ્ર સરકાર દ્વારા મેડલ માટેની યાદી જાહેર કરવામાં આવી
રાષ્ટ્રપતિ ચંદ્રક
- શરદ જીતેન્દ્ર સિંઘલ, મહાનિરિક્ષક, ગુજરાત
- ખુમાનસિંહ નાનાભાઈ ડામોર, મહાનિરિક્ષક, ગુજરાત
પ્રશંસનીય કામગીરી માટે મેડલ
- રાકેશ પ્રવિણકુમાર બારોટ, નાયબ મહાનિરીક્ષક, ગુજરાત
- બાબુભાઈ લીલાભાઈ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- મહાવીરસિંહ હિતેન્દ્રસિંહ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક,ગુજરાત
- ભૂપેન્દ્રકુમાર નટવરલાલ દવે, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
- કમલેશ અરુણ પાટીલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- મિલિંદ બાલકૃષ્ણ સુર્વે, ઈન્સ્પેક્ટર, ગુજરાત
- અનિલકુમાર વિંજીભાઈ ગામિત, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- પરેશકુમાર ધીરજલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- લલિતકુમાર પુનમચંદ જોષી, ઈન્સ્પેક્ટર (Tech), ગુજરાત
- રાકેશસિંહ રામવીરસિંહ ભદોરીયા, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
- રાજેન્દ્રસિંહ માનસિંહ સોલંકી, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- સહદેવભાઈ વરવાભાઈ દેસાઈ, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
- વિનોદકુમાર નામદેવ વડલે, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, ગુજરાત
અભૂતપૂર્વ યોગદાન બદલ મેડલથી સન્માનિત
ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે દેશના 942 જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરાયા. તેમાંથી વીરતા પદક પુરસ્કારથી 95 જવાનોને સન્માનિત કરાયા હતા જ્યારે 101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 જવાનોને સરાહનીય સેવા માટે ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.