ગુજરાતી યુનિવર્સિટીમાં ફરી એકવાર છબરડો કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીએ વારંવાર છબરડાં કર્યા હોય તેવા અનેક બનાવો ભુતકાળમાં બહાર આવેલા છે અને ફરીથી બુદ્ધિ નું દેવાળું ફૂંક્યું છે. યુનિવર્સિટીના અણઘડ વહિવટ અને બેદરકારીના કારણે B.Com સેમ-4માં મોટા ભાગના વિદ્યાર્થીઓ નાપાસ થયા છે


B.Com સેમ-4માં મોટા ભાગના વિદ્યાર્થીઓ નાપાસ

ગુજરાત યુનિવર્સિટીમાં B.Com સેમ-4માં મોટા ભાગના વિદ્યાર્થીઓ નાપાસ થતાં વિદ્યાર્થી આલમમાં ખળભળાટ મચી ગયો છે. યુનિવર્સિટીના તંત્રની ઘેર બેદરકારી તો જુઓ કે પરિણામમાં માર્ક્સની કોલમ ઉપર-નીચે થઇ ગઇ છે અને માર્ક્સની અદલા -બદલીના કારણે વિદ્યાર્થી મૂંઝાઇ ગયા છે

B.Com સેમ -4 ની પરીક્ષાનું રિઝલ્ટ રાત્રે જાહેર કરવામાં આવ્યું

પોતાની ભુલ જોવા મળતાં આખરે યુનિવર્સિટીએ વેબસાઈટ ઉપરથી પરિણામ હટાવ્યું છે. B.Com સેમ -4 ની પરીક્ષાનું રિઝલ્ટ રાત્રે જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં છબરડાં જોવા મળતાં વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઇ ગઇ છે મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને આવું રિઝલ્ટ આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે.

પરિક્ષા વિભાગની ઘોર બેદરકારી

યુનિવર્સિટીના પરિક્ષા વિભાગની ઘોર બેદરકારીના કારણે રિઝલ્ટમાં માર્ક્સ ની કોલમ ઉપર નીચે થતા રિઝલ્ટમાં છબરડાં જોવા મળ્યા છે. માર્ક્સની અદલા -બદલી ના કારણે વિદ્યાર્થી મૂંઝાયા છે અને તત્કાળ ફરીથી રિઝલ્ટ જાહેર કરવામાં આવે તેવી માગ કરાઇ રહી છે. 

  • Follow us on: