સૌથી નીચું ગાંધીનગરમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 15.2 ડિગ્રી, વડોદરામાં 15.2 ડિગ્રી, રાજકોટમાં 14.8 ડિગ્રી, કેશોદમાં 15.8 ડિગ્રી, મહુવામાં 14.5 ડિગ્રી, ડીસામાં 16.1 ડિગ્રી, પોરબંદરમાં 16.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.5 ડિગ્રી, ભુજમાં17.8 ડિગ્રી, કંડલામાં 18.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે, બપોરના સમયે મહત્તમ તાપમાનમાં વધારો થશે.


ઉત્તર પૂર્વના પવનોની ફૂંકાતા તાપમાનમાં વધઘટ રહેશે

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યાર બાદ ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા તાપમાનમાં વધઘટ જોવા મળશે. લઘુતમ તાપમાન 15 થી 16 અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી રહેશે. હાલમાં રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ગરમી પડતાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો ધીરેધીરે વધશે

હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવે છે.હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. લોકોએ સ્વાસ્થ્ય જાળવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.

ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી

ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

ભારતમાં હવામાન ઝડપભેર પલટાઈ રહ્યું છે

ઉત્તર ભારતમનાં રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, તો દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં રાત્રીનું તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર, કાશ્મીરના ઉપર તરફના ભાગોમાં હિમપાતના કારણે ઘાટીમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ઘણા વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે. હિમવર્ષાના લીધે ઉત્તર ભારતમાં ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે.

પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેર જોવા મળી

પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં સામાન્ય કરતાં લગભગ ૪-૭ ડિગ્રીનો ઘટાડો, જ્યારે મધ્યપ્રદેશ અને ઉત્તરમધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં લગભગ બેથી ૪ ડિગ્રીના ઘટાડાની સંભાવના છે. આગામી છથી સાત દિવસમાં ઉત્તરપશ્ચિમ અને આસપાસના મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી ઓછું રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીતલહેરથી લઈને ગંભીર શીતલહેર જોવા મળશે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં રાતનું તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું અને સામાન્ય કરતાં ૪-૭ ડિગ્રી ઓછું રહેશે.  

  • Follow us on: