હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અમરેલીમાં સૌથી ઓછું તાપમાન 17.2 ડિગ્રી, અમદાવાદમાં 22.3 ડિગ્રી, નલિયામાં 19, મહુવામાં 19.9 ડિગ્રી, દીવમાં 19.7, કેશોદમાં 20.2 ડિગ્રી, કંડલા અને ભાવનગરમાં 20.8 ડિગ્રી, ગાંધીનગરમાં 21.2, સુરેન્દ્રનગરમાં 21.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહી શકે છે

હવામાન વિભાગે બેવડી ઋતુની આગાહી કરી છે. પવનોની દિશા બદલાતા હવે વાતાવરણ સૂકૂ રહેશે. મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો ઘટાડો રહી શકે છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહી શકે છે. જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. હવે વરસાદની શક્યતાઓ લગભગ નહિવત છે.

આ વખતે ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો

સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે. આ વખતે ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં 21.4 ટકા વરસાદ નોંધાતો હોય છે. તેની સામે આ વખતે 339 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં 94 MM વરસાદ નોંધાયો છે. વરસાદી સિસ્ટમ ધીરે ધીરે નબળી પડી રહી છે અને એક થી બે દિવસની અંદર વરસાદ વિદાય લઈ શકે છે અને ગુલાબી ઠંડી જોર પકડી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હાડ થીજાવતી ઠંડી પડશે, IMDની આગાહી ઠંડા પવનનું જોર વધશે

ઉત્તર ભારત, પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે ઠંડીના કારણે વરસાદ પડવાની શક્યતા છે. આનું કારણ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને નજીકના મ્યાનમાર દરિયાકાંઠે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. આગામી 24 કલાક દરમિયાન તે મ્યાનમાર-બાંગ્લાદેશ દરિયાકાંઠે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના વિસ્તારોમાં એક ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી ફેલાયેલું છે. પૂર્વી બાંગ્લાદેશ અને નજીકના વિસ્તારોમાં ઉપર-હવા ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે.

  • Follow us on: