ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતાઓ છે. માવઠાની અસર ઘટ્યા બાદ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધઘટ રહી શકે છે. પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.


રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહી શકે છે

હવામાન વિભાગે બેવડી ઋતુની આગાહી કરી છે. પવનોની દિશા બદલાતા હવે વાતાવરણ સૂકૂ રહેશે. મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો ઘટાડો રહી શકે છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહી શકે છે. જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. હવે વરસાદની શક્યતાઓ લગભગ નહિવત છે.

આ વખતે ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો

સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે. આ વખતે ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં 21.4 ટકા વરસાદ નોંધાતો હોય છે. તેની સામે આ વખતે 339 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં 94 MM વરસાદ નોંધાયો છે. વરસાદી સિસ્ટમ ધીરે ધીરે નબળી પડી રહી છે અને એક થી બે દિવસની અંદર વરસાદ વિદાય લઈ શકે છે અને ગુલાબી ઠંડી જોર પકડી શકે છે.


  • Follow us on: