ગુજરાતના કેટલાક જિલ્લામાં પડી શકે છે સામાન્ય વરસાદ અને વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે સાથે સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે વધઘટ રહેશે અને પવનોની દિશા બદલાતા તાપમાનમાં થશે ઘટાડો અને અમદાવાદ અને ગાંધીનગરમાં ધુમ્મસ રહેવાની શક્યતા છે.
રાજ્યમાં આજે હળવો વરસાદ થઈ શકે છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 32 અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે. રાજ્યમાં ગઈકાલે 19 મી.મી વરસાદ નોંધાયો હતો. આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે. ગુજરાત પરથી ખરાબ હવામાનની અસર ટળી ગઈ છે.જેના કારણે માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર માછીમારોને દરિયો ખેડવા માટે ટોકન ઈશ્યુ કરશે. સરકાર સાવચેતીના પગલાં લીધા બાદ માછીમારોને દરિયો ખેડવા ટોકન ઈશ્યુ કરશે.













