દિવાળીના તહેવારો ફરી એક વાર ઘાતક સાબિત થયા છે. દિવાળી અને બેસતા વર્ષે રાજ્યની 108 ઇમરજન્સી વાન સતત રાજ્યભરના રસ્તાઓ પર દોડતી રહી હતી. બેસતા વર્ષે સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં 108 ઇમરજન્સી કેસ 3282 નોંધાયા છે જે ગયા વર્ષ કરતા વધું છે.
કુલ 3282 ઇમરજન્સી કેસ મળ્યા
108 ઇમરજન્સી દ્વારા જે આંકડા મળ્યા છે તે મુજબ નવા વર્ષે સાંજે 4 વાગ્યા સુધી 108 ઇમરજન્સી માં કુલ 3282 ઇમરજન્સી કેસ મળ્યા છે, જે સામાન્ય દિવસોની સરખામણીમાં 323નો વધારો દર્શાવે છે.













