ગુજરાતમાં આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામી છે. ફટકડાના સ્ટોલ પર પણ ગ્રાહકોની ભીડ જામેલી જોવા મળી રહી છે. ત્યારે દિવાળીમાં જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે રાજ્ય સરકારના ગૃહ વિભાગે સૂચના જાહેર કરી છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.


ગૃહ વિભાગે ફટાકડા ફોડવાને લઈને સૂચનાઓ જાહેર કરી

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે ફટાકડા ફોડવા માટે સૂચના જાહેર કરી છે. રાજ્યમાં દિવાળીની રાત્રે આઠથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. સરકારે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈ કોમર્સ વેબસાઈટ પર ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગૃહ વિભાગે ફટાકડા ફોડવાને લઈને સૂચનાઓ જાહેર કરી છે. રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવામાં આવી છે.

વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ

દિવાળીના તહેવારોમાં પર્યાવરણ પર વાયુ અને ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસર થતી હોય છે. આ ઉપરાંત ફટાકડાને કારણે આગ લાગવાના બનાવો ન બને તે માટે સરકાર દ્વાર સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે રાત્રે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. રાત્રે 10 વાગ્યા બાદ સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં. રાજ્ય સરકારે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.


  • Follow us on: