ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ઝડપી પાડવામાં આવેલા આતંકી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા ચાર આતંકીઓની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. આ નિર્ણય સૂચવે છે કે આ મામલાના તાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયેલા હોઈ શકે છે.
અલકાયદાના 4 આતંકીઓની ATSએ કરી હતી ધરપકડ
ગુજરાત ATSએ આ ચારેય આતંકીઓની ધરપકડ કરીને આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી તેમની ગતિવિધિઓને અટકાવી હતી. ATSની તપાસમાં ખુલાસો થયો હતો કે આ ઝડપાયેલા આતંકીઓ સક્રિય રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જેહાદી વિચારધારા ફેલાવવાનું કામ કરી રહ્યા હતા. તેઓ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને અલ-કાયદાની વિચારધારા તરફ દોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.













