
Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

Oct 11, 2025 10:22 pm
અમદાવાદમાં બેંક ફ્રોડ કેસમાં EDની તપાસ
અમદાવાદમાં બેંક ફ્રોડ કેસમાં EDના દરોડાનો મુદ્દો, EDની તપાસમાં કરોડોની સંપત્તિના પુરાવા મળ્યા, 3 કરોડની કિંમતનું સોનુ,હીરાની જ્વેલરી જપ્ત, 23 લાખની ફિક્સ ડિપોઝિટ પણ ફ્રીઝ કરાઈ, 6 અલગ અલગ સ્થળે EDએ પાડ્યા હતા દરોડા, 10.95 કરોડના બેંક ફ્રોડ કેસમાં EDની કાર્યવાહી, EDએ 3 ટેક્સટાઇલ્સ કંપનીમાં પાડ્યા હતા દરોડા.
Oct 11, 2025 09:55 pm
ભાવનગર પોલીસ સ્પા સેન્ટરો પર ત્રાટકી
ભાવનગર પોલીસ સ્પા સેન્ટરો પર ત્રાટકી, શહેરના વાઘાવાડી રોડ પર પોલીસના દરોડા, ઇવા સુરભી નામના કોમ્પ્લેક્ષમાં 3 સ્થળોએ દરોડા, એકસાથે અલગ-અલગ 3 જગ્યાએ દરોડા, 10 યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી, સ્પા સેન્ટરોના મેનેજરોની કરવામાં આવી ધરપકડ.
Oct 11, 2025 08:54 pm
કડીમાં કરોડોની ઠગાઈનો કેસ
મહેસાણાના કડીમાં કરોડોની ઠગાઈનો કેસ, આરોપી ઠગ શિક્ષક દંપત્તિ 4 દિવસના રિમાન્ડ પર, કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા,
Oct 11, 2025 08:19 pm
વિસનગર સામૂહિક દુષ્કર્મનો કેસ
મહેસાણામાં વિસનગર સામૂહિક દુષ્કર્મનો કેસ, તમામ 6 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું, 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું, આરોપીઓને ઘટનાસ્થળે પણ લઈ જવાયા.
Oct 11, 2025 08:04 pm
ફટાકડા વિક્રેતાઓ સામે સ્ટેટ GSTની કાર્યવાહી
ફટાકડા વિક્રેતાઓ સામે સ્ટેટ GSTની કાર્યવાહી, 37 ફટાકડા વિક્રેતાઓના 69 સ્થળોએ તપાસ, 4.33 કરોડની કરચોરીનો થયો પર્દાફાશ, બિલ વગર ફટાકડાનું વેચાણ કરવા અંગે તપાસ, અમદાવાદ, સુરત, આણંદ, વડોદરામાં તપાસ, અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટમાં તપાસ, ગાંધીધામ,વાપી,જામનગર,વલસાડ,મોરબીમાં તપાસ, અનેક સ્થળોએ સ્ટોકમાં મોટો તફાવત, ઓછું વેચાણ દર્શાવીને કરચોરી કરવાનો પર્દાફાશ.
Oct 11, 2025 07:49 pm
નવસારીમાં કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
નવસારી જિલ્લામાં પોલીસ દ્વારા જ કાયદાનો ભંગ કરીને લાંચ માંગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખેરગામ પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયો છે.
Oct 11, 2025 07:37 pm
ગેરકાયદે બાંધકામ તોડી પડાયા
જુનાગઢમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા, અસમાજિક તત્વોએ કરેલા દબાણ હટાવાયા, સરકારી જમીનમાં કરવામાં આવ્યુ હતુ દબાણ , રૂપિયા ત્રણ કરોડની જમીન ખુલ્લી કરાવતું તંત્ર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઇ કાર્યવાહી.
Oct 11, 2025 07:27 pm
ગુજરાત વિદ્યાપીઠમાં 71મો પદવીદાન
ગુજરાત વિદ્યાપીઠમાં 71મો પદવીદાન સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમારોહમાં રહ્યા હાજર, CM ભૂપેન્દ્ર પટેલ , રાજ્યપાલ સહિતના હાજર, વિદ્યાપીઠના ઇતિહાસમાં પ્રથમ વખત CM હાજર, 719 વિદ્યાર્થીને પદવી, 9 વિદ્યાર્થીને ચંદ્રક એનયાત, 60 પીએચડી ધારકોને પણ પદવી એનાયત.
Oct 11, 2025 07:01 pm
પાંડેસરામાંથી નકલી ચલણી નોટો ઝડપાઇ
સુરતના પાંડેસરામાંથી નકલી ચલણી નોટો ઝડપાઇ, 500 ના દરની ત્રણ,200ના દરની ત્રણ નોટ કબ્જે, 100 રૂપિયાના દરની 6 નોટ કબ્જે કરાઇ, પ્રિન્ટર,પેપર,કલર સહિત રૂ.40 હજારનો સામાન જપ્ત, આરોપી ઘરમાં જ નકલી ચલણી નોટ છાપતા હતા, આરોપી તહેવારમાં નોટ વટાવવાની ફિરાકમાં હતા, પોલીસે નકલી નોટો સાથે ત્રણ આરોપીને ઝડપ્યા.
Oct 11, 2025 06:47 pm
રાજકોટના ગુલમહોર વૂડ્સમાં ચોરીનો પ્રયાસ
રાજકોટના ગુલમહોર વૂડ્સમાં ચોરીનો પ્રયાસ, વહેલી સવારે બનેલી ઘટના CCTVમાં કેદ, ચડ્ડી બનિયાનધારી ટોળકી વહેલી સવારે ત્રાટકી, 6 શખ્સોએ તિજોરી તોડવાનો કર્યો પ્રયાસ, તિજોરી ન તૂટતાં તસ્કરોના હાથે કશુ ન લાગ્યુ, પોલીસે CCTV ના આધારે વધુ તપાસ હાથ ધરી.
Oct 11, 2025 06:38 pm
ફિલ્મ ફેરે સર્જી સામાન્ય માણસ માટે પરેશાની
ફિલ્મ ફેરે સર્જી સામાન્ય માણસ માટે પરેશાની, ફિલ્મ ફેરના કારણે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા, ફિલ્મ ફેરે મણીનગરને બાનમાં લીધું હોય તેવો ઘાટ, રૂટ ડાયવર્ટ કરતા વાહન ચાલકોને ભારે હાલાકી, પોતાના વિસ્તારમાં જવા માટે લોકોને લાંબો રાઉન્ડ, કાંકરિયા લેક બંધ રહેતા રીક્ષા ચાલક,વેપારીઓને હાલાકી, બોલીવૂડ સ્ટાર્સની મૂવમેન્ટનાં કારણે ભારે ટ્રાફિક,અમદાવાદના મણીનગરમાં ફિલ્મ ફેરનું આયોજન.
Oct 11, 2025 06:37 pm
ગુજરાત ATSએ ઝડપેલા આતંકીઓની તપાસ
અલકાયદાના આતંકીઓની તપાસ NIAને સોંપાઇ, ગુજરાત ATSએ ઝડપેલા આતંકીઓની તપાસ સોંપાઇ, અલકાયદાના 4 આતંકીઓની ATSએ કરી હતી ધરપકડ, આતંકીઓ સો.મીડિયાથી જેહાદી વિચારધારા ફેલાવતા હતા.
Oct 11, 2025 06:02 pm
સાબરકાંઠામાં બાળકી અપહરણ કેસમાં ખુલાસો
સાબરકાંઠામાં બાળકી અપહરણ કેસમાં મોટો ખુલાસ, બાળકીનું અપહરણ નહી પરંતુ સોદો થયાનો ખુલાસો, માતા-પિતાએ જ પૈસા માટે બાળકીનો કર્યો સોદો, માતા-પિતાએ જ રૂ. 50 હજારમાં બાળકીનો કર્યો સોદો, બાળકી લેનારને રૂ. 50 હજાર વધુ લાગતા કર્યુ અપહરણ, હિંમતનગર RTO પાસેથી બાઈક પર કર્યુ હતું અપહરણ, બાળકીના માતા-પિતાની કડક પૂછપરછમાં થયો ખુલાસો, માતા-પિતા અને બાળકી લેનાર દંપતીની કરાઇ ધરપકડ.
Oct 11, 2025 06:01 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1.Gujarat Vikas Saptah : અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના 89 રેલવે સ્ટેશનોનો થશે કાયાકલ્પ
5.Jamnagar : ઈદના ઝુલુસ દરમિયાન જનુની નારા લગાવનારા 7 લોકો સામે નોંધાઈ ફરિયાદ
9.Vadodaraના તાંદલજામાં ટુ-વ્હીલર ચાલકની ટક્કરે રાહદારી યુવક હવામાં ફંગોળાયો
Oct 11, 2025 05:15 pm
વિરમગામમાં મેગો ડિમોલિશન
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના થોરીથાંભા ગામમાં આજે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં રસ્તાને અડચણરૂપ રહેણાંક અને કોમર્શિયલ સહિતના 100થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
Oct 11, 2025 04:57 pm
લીંબાયતમાં આરોપીઓનું સરઘસ
સુરતના લીંબાયતમાં આરોપીઓનું સરઘસ, ગોરખ વાઘ ગેંગે મચાવ્યો હતો આંતક, જૂની અદાવતમાં યુવક પર કર્યો હતો હુમલો, પોલીસે હુમલાખોર બંને આરોપીની કરી ધરપકડ, બંને આરોપીને સાથે પોલીસે કર્યુ રિકન્સ્ટ્રક્શન, બંને આરોપી સામે 14 જેટલા ગુના નોંધાયેલા, સંજય નગરના લોકોમાં છે આરોપીઓને લઇ ખૌફ.
Oct 11, 2025 04:46 pm
જૂનાગઢમાં બંગલા ગેંગના આરોપીની ધરપકડ
છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જિલ્લામાં સક્રિય અને 'બંગલા ગેંગ' તરીકે ઓળખાતી એક સંગઠિત ગુનેગાર ટોળકી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે. ગુજસીટોક ગુના હેઠળ એક આરોપીની ધરપકડ કરી છે.
Oct 11, 2025 04:33 pm
ચોટીલામાંથી બાયોડિઝલનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગરના ચોટીલામાંથી બાયોડિઝલનો જથ્થો ઝડપાયો, હાઇવે પર આવેલી હોટલમાં થતુ હતુ ગેરકાયદે વેચાણ, પ્રાંત અધિકારીએ રેડ પાડી 43250 લીટર જથ્થો ઝડપ્યો, 0 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, હોટલના રસોડામાં ચોરખાનું બનાવી જથ્થો સંતાડ્યો હતો.
Oct 11, 2025 04:21 pm
ગુજરાત વિદ્યાપીઠમાં 71મો પદવીદાન સમારોહ
ગુજરાત વિદ્યાપીઠમાં 71મો પદવીદાન સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમારોહમાં રહેશે હાજર, CM ભૂપેન્દ્ર પટેલ ,રાજ્યપાલ સહિતના રહેશે હાજર, વિદ્યાપીઠના ઇતિહાસમાં પ્રથમ વખત CM હાજર રહેશે, ગાંધીયન ફિલોસોફીના આધારે વિદ્યાર્થીઓને મેડલ આપશે, 719 વિદ્યાર્થીને પદવી,9 વિદ્યાર્થીને ચંદ્રક એનયાત કરાશે, 60 પીએચડી ધારકોને પણ પદવી એનાયત કરાશે.
Oct 11, 2025 03:56 pm
મહારાષ્ટ્રના પુણેમાં કાર ચાલક બેફામ
કાર ચાલકે બાઇકચાલકને લીધો અડફેટે, અકસ્માતમાં બાઇકચાલકનો ચમત્કારીક બચાવ, સમગ્ર ઘટનાના CCTV વીડિયો આવ્યો સામે.
Oct 11, 2025 03:55 pm
બોટાદ યાર્ડમાં કપાસમાં કડદાને લઇ ખેડૂતોનું આંદોલન
ચેરમેન બાંહેધરી ન આપે ત્યાં સુધી આંદોલન કરશે ખેડૂતો, ખેડૂતોએ યાર્ડમાં ભજન-કિર્તન કરી વિરોધ નોંધાવ્યો, કડદો બંધ કરવાને લઇ ખેડૂતો આક્રમક મૂડમાં, માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ કરાઇ.
Oct 11, 2025 03:50 pm
વડોદરામાં ટુ-વ્હીલરચાલકે સર્જ્યો અકસ્માત
રોડ ક્રોસ કરતા યુવકને ટુ-વ્હીલરે ટક્કર મારી, ટુ-વ્હીલરની અડફેટે રાહદારી યુવક ફંગોળાયો, તાંદલજામાં ટુ-વ્હીલરચાલકે સર્જ્યો અકસ્માત.
Oct 11, 2025 03:35 pm
ભાજપમાં જોડાયા બાદ રાજુ રબારીના સૂર બદલાયા
નડિયાદમાં રાજુ રબારીએ કરી હતી મારામારી, ભાજપ કાર્યકરો સાથે કરી હતી મારામારી, રાજુ રબારી 50 ટેકેદારો સાથે જોડાયા ભાજપમાં, મનપામાં મારામારીનો વીડિયો થયો હતો વાયરલ.
Oct 11, 2025 03:30 pm
અમદાવાદની જે.જી. યુનિવર્સિટીમાં મારામારી
સિક્યુરિટી ગાર્ડે કાર્યકરોને ડંડાથી માર માર્યો, સંચાલકોએ કાર્યકરોને બહાર જવાનું કહેતા મામલો બિચકાયો, મારામારીમાં કેટલાક ABVP કાર્યકરોને ઇજા, ઇજાગ્રસ્ત કાર્યકરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, વસ્ત્રાપુર પોલીસે 5થી 6 ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધી.
Oct 11, 2025 03:22 pm
વડોદરામાં પશુપાલકોની દાદાગીરી યથાવત
પોલીસની હાજરીમાં પશુપાલકો ઢોર છોડાવી ગયા, કમળાનગર પાસે પાલિકા ટીમ ઢોર પકડવા ગઇ હતી, પોલીસ બંદોબસ્ત છતાં પશુપાલકોની દાદાગીરી, ઢોર પકડ ટીમ આવતા જ પશુમાલિકો દોડી આવ્યા, ગત રોજ પોલીસે બે પશુપાલકોની ધરપકડ કરી હતી, ઢોર પાર્ટીના કર્મીને 500 મીટર સુધી ઢસડ્યો હતો.
Oct 11, 2025 02:52 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
05 - IPL 2026: મેગા ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સમાં મોટા ફેરફારના એંધાણ, આ 3 ખેલાડીઓની છૂટ્ટી નક્કી!
06 - Pakistan પર કહેર બનીને તૂટી પડ્યા આતંકીઓ, રોજ થઇ રહ્યા છે હુમલા, આતંકવાદી ઘટનાઓમાં 46% નો વધારો
07 - Bollywood: શું સોનમ કપૂરે છુપાવ્યો બેબી બમ્પ? અભિનેત્રીએ કરવા ચોથની ઉજવણીમાં કરી આવી હરકત!
09 - Rashmika Mandannaએ બતાવી સગાઈની વીંટી? વિજય દેવેરાકોંડા સાથેના સબંધો કર્યા કન્ફર્મ!
Oct 11, 2025 02:51 pm
ટ્રેન નં. 09472/09471 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ [૧૦ ટ્રિપ્સ]
ટ્રેન નં. 09472 ગાંધીધામ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 13 ઓક્ટોબર 2025 થી 10 નવેમ્બર 2025 સુધી દર સોમવારે ગાંધીધામથી 20.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09471 બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ 14 ઓક્ટોબર 2025 થી 11 નવેમ્બર 2025 સુધી દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી 12.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 01.30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન સામાંખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના કોચ હશે.
Oct 11, 2025 02:51 pm
ટ્રેન નં. 09425/09426 સાબરમતી-હરિદ્વાર દ્વિ સાપ્તાહિક એસી સ્પેશિયલ (૨૮ ટ્રિપ્સ)
ટ્રેન નં. 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 15 ઓક્ટોબર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી દર બુધવાર અને શનિવારે સાબરમતીથી 08.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05.30 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 16 ઓક્ટોબર 2025 થી 30 નવેમ્બર 2025 સુધી દર ગુરુવાર અને રવિવારે હરિદ્વારથી 21:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 21:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
Oct 11, 2025 02:50 pm
પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો
પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા માટે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડજંક્શન, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગરજયપુર, દૌસા, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી,ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર ક્લાસના કોચ હશે.
Oct 11, 2025 02:43 pm
સુરતની VNSGU યુનિ.માં ABVPનો વિરોધ
એક્સટર્નલ પરિક્ષાને લઇ ABVPએ વિરોધ કર્યો, યુનિ.માં એક્સટર્નલ પરિક્ષા બંધ કરી દેતા વિરોધ, કોઇ નિરાકરણ ન આવતા ABVPએ વિરોધ કર્યો, વિદ્યાર્થીઓને ભણવા દેવા ન માગતા હોવાનો આક્ષેપ.
Oct 11, 2025 02:33 pm
વિકાસની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ્સનું નિરીક્ષણ કર્યું હતું
વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રતીક સમાન વિકાસ રથનું ઝીંઝુડા ખાતે ખૂબ જ ભવ્ય અને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જીવાપર (આં), ગુંદા, કાબરણ, રાજપરા અને ચિરોડા (ઠાં) જેવા ગામોમાંથી પસાર થઈને ઝીંઝુડા આવી પહોંચેલા આ રથનું મહાનુભાવો અને ગ્રામ્ય બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ રથયાત્રા થકી રાજ્ય સરકારના વિવિધ અભિયાનો અને વિકાસની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ્સનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થવા ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરીને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા ઉત્સાહપૂર્વક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
Oct 11, 2025 02:32 pm
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 1.20 કરોડના કામનું લોકાપર્ણ, 10 લાખથી વધુના કામના ખાતમુહૂર્ત કરાયા
ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ –૨૦૨૫ની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકના વરદ હસ્તે રૂ. 1.20 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, રૂ. 10 લાખથી વધુના ખર્ચે થનારા નવા વિકાસ કામોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા, જેનાથી સ્થાનિક ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
Oct 11, 2025 02:07 pm
કચ્છના ગાંધીધામમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા
આદિપુરના 6 વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી, આદિપુરમાં 60થી વધુ ગેરકાયદે દબાણ તોડી પાડ્યા.
Oct 11, 2025 02:04 pm
અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ સેરેમની યોજાશે
બોલીવુડના સ્ટારનું અમદાવાદમાં આગમન, અમદાવાદ એરપોર્ટ પર VVIP મુવમેન્ટ, અનુપમ ખેર, અનુ મલિક અમદાવાદ આવ્યા, મુનમુન દત્તા, મોહનિશ બહલ અમદાવાદ આવ્યા.
Oct 11, 2025 01:43 pm
ખાણ ખનીજના અધિકારીઓ એક જ સમાજના લોકોને ટાર્ગેટ કરતા હોવાનો આક્ષેપ
વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું કે ખાણ-ખનીજના અધિકારીઓએ મને ખુલ્લેઆમ ધમકાવ્યા, ડ્રાઇવરોને અપશબ્દો બોલ્યા અને કહ્યું કે — “તું લોડર નહીં લઈ જવા દે તો હું પોલીસ બોલાવીશ!”આ આખી ઘટનાની જાણ થતા કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા હતા અને તરત જ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં દોડી પહોંચી ન્યાયની માંગ કરી. કોળી સમાજના આગેવાન હાર્દિક સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અવારનવાર કોળી સમાજને ટાર્ગેટ કરીને જ ચાલે છે, ખાણ ખનીજન વિભાગ સામે અનેક આક્ષેપો સામે આવતા હોય છે. સ્થાનિક સ્તરે આ ઘટના બાદ ચર્ચાનો માહોલ સર્જાયો છે અને નાગરિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને આટલી દાદાગીરીનો અધિકાર કોણે આપ્યો?
Oct 11, 2025 01:43 pm
અમરેલી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની દાદાગીરી ?
રમેશભાઈ મકવાણાના ઘરેથી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ રોડર વાહન જપ્ત કરતા માહોલ ગરમાયો હોવાની વાત સામે આવી છે, ભોગ બનનાર રમેશભાઈ મકવાણાએ ખાણ-ખનીજ વિભાગના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ અમરેલી સિટી પોલીસમાં અરજી કરી છે, રમેશભાઈ મકવાણાએ અરજીમાં ખાણ-ખનીજના સોલંકી સાહેબ, ડાભી સાહેબ અને મુકેશ જોશી વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે, અધિકારીઓએ ધાક-ધમકી આપીને અને પોલીસનો ડર બતાવીને મારું રોડર વાહન મારા ઘરેથી જ પકડી લઈ ગયાના આક્ષેપ.
Oct 11, 2025 01:42 pm
Amreliમાં ખાણ ખનીજના અધિકારીઓની દાદાગીરી
અમરેલીમાં ખાણ-ખનીજના અધિકારીઓની દાદાગીરી સામે આવી છે, યુવકના ઘરેથી લોડર જપ્ત કરતા માહોલ ગરમાયો હતો અને યુવકે 3 અધિકારીઓ વિરુદ્ધ સિટી પોલીસમાં અરજી કરી હોવાની વાત સામે આવી છે. પોલીસનો ડર બતાવી લોડર કબજે કર્યાના આક્ષેપ પણ અધિકારીઓ સામે કરવામાં આવ્યા છે, ઘટનાથી કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા છે અને અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત, સાથે સાથે અધિકારીઓ કોળી સમાજને ટાર્ગેટ કરતો હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે.
Oct 11, 2025 01:26 pm
બે દિવસ અગાઉ વડોદરાના વારસિયામાં બની હતી ઘટના
વડોદરા શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જેમાં ફરજ પર હાજર ઢોર પાર્ટીનો એક કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના વડોદરાના વારસિયા વિસ્તારમાં બની હતી. જ્યારે ઢોર પાર્ટીની ટીમ વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગઈ હતી. ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક રખડતા ઢોરે ઢોર પાર્ટીના કર્મચારી પર હુમલો કર્યો અને તેમને પકડીને અડધો કિલોમીટર સુધી રોડ પર ઘસડ્યો હતો.
Oct 11, 2025 01:26 pm
Vadodaraમાં રખડતા ઢોરના ત્રાસ મુદ્દે કાર્યવાહી, શંકર રબારી અને જૈમીન રબારીની ધરપકડ
વડોદરામાં રખડતા ઢોરના ત્રાસ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે, પોલીસે શંકર રબારી અને જૈમીન રબારીની ધરપકડ કરી છે, વારસિયામાં રખડતા ઢોરે કર્મીને લીધો હતો અડફેટે અને પશુપાલકોએ ઢોર છોડાવવા પાડી હતી બૂમો. વડોદરામાં પશુપાલકોએ બૂમો પાડતા ઢોર ભાગ્યા હતા અને કર્મચારીના પગમાં દોરડું ફસાતા થયો હતો ઈજાગ્રસ્ત, પોલીસે બન્ને પશુપાલકો પાસે ઉઠક બેઠક કરાવી હતી અને કુંભારવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Oct 11, 2025 01:19 pm
વિવિધ શ્રેણીમાં ઉત્કૃષ્ટ કાર્યો માટે સખી મંડળો અને જિલ્લાઓ થશે સન્માનિત, વિવિધ સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન પણ થશે
પંચાયત વિભાગના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડૉ. ગૌરવ દહિયાના જણાવ્યા અનુસાર, આજે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા સખી મંડળોના ઉત્કૃષ્ટ કાર્યોને સન્માનિત કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં રાજકોટના 2, અમરેલીના, મોરબી અને જૂનાગઢના એક-એક સખી મંડળોને પુરસ્કાર આપવામાં આવશે. આ નિમિત્તે ગુજરાતભરના વિવિધ સખી મંડળોના ઉત્પાદનો અને કાર્યોનું પ્રદર્શન કરતા સ્ટોલ પણ લગાવવામાં આવશે. આ ઉપરાંત, સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા જિલ્લાઓનું પણ સન્માન કરવામાં આવશે, જેમાં આદિવાસી જિલ્લામાં ડાંગ, બિન-આદિવાસી જિલ્લામાં અમદાવાદ, શ્રેષ્ઠ તાલુકામાં ખેડા, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતમાં નવસારી, શ્રેષ્ઠ ગામમાં ભરૂચ, શ્રેષ્ઠ શાળામાં રાજકોટ, શ્રેષ્ઠ સખી મંડળમાં સાબરકાંઠા અને શ્રેષ્ઠ જાહેર શૌચાલયમાં ભાવનગરને પુરસ્કાર આપવામાં આવશે.
Oct 11, 2025 01:15 pm
2001થી અત્યારસુધીમાં 15,553 ગ્રામપંચાયતો ‘સમરસ’ બની, 828 મહિલા સમરસ પંચાયતો
પંચાયત વિભાગના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર અને વિકાસ સપ્તાહ હેઠળ પંચાયત વિભાગ દિવસ માટે રાજ્યના નોડલ અધિકારી ડૉ. ગૌરવ દહિયાએ જણાવ્યું કે, “તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સમરસ ગ્રામ યોજનાથી ગુજરાતના ગ્રામીણ વિકાસ અને પંચાયત વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આ યોજના આજે રાજ્યમાં અત્યંત લોકપ્રિય છે, કારણકે તેનાથી ગ્રામપંચાયતોને વિકાસકાર્યો માટે સામાન્ય ફાળવણીઓ ઉપરાંત વધારાની રકમ મળે છે. અત્યારસુધીમાં 15,553 ગ્રામપંચાયતો સમરસ બની છે, જેમાંથી 828 મહિલા સમરસ ગ્રામપંચાયતો છે.”
Oct 11, 2025 01:14 pm
શું છે ગુજરાતનું સમરસ ગ્રામ યોજના મોડલ અને શા માટે છે વિશિષ્ટ?
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બનવાના થોડાક જ દિવસોમાં 29 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતમાં સમરસ ગ્રામ યોજના લાગુ કરવામાં આવી હતી, જેણે ગુજરાતની ગ્રામીણ તેમજ પંચાયત વ્યવસ્થાની કાયાપલટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતની ‘સમરસ ગ્રામ યોજના’ ગ્રામીણ લોકતંત્રનું સફળ મોડલ છે, જેમાં ગામના તમામ વૉર્ડના સભ્યો અને સરપંચ સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાય છે. આ ચૂંટણીમાં સમય અને સંસાધનોની બચત થાય છે અને વિકાસકાર્યો પણ ઝડપથી આગળ વધે છે. આવી બિનહરીફ ચૂંટાયેલી પંચાયતોને સમરસ ગ્રામપંચાયતો કહેવામાં આવે છે, અને જો પંચાયતની તમામ સભ્યો મહિલાઓ હોય તો તેને મહિલા સમરસ ગ્રામ પંચાયત કહે છે. સમરસ ગામોને રાજ્ય સરકાર તરફથી વિકાસકાર્યો માટે સામાન્ય રકમની ફાળવણી ઉપરાંત વધારાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી કરીને તેમના ગામમાં માળખાગત સુવિધાઓ વધુ સારી વિકસિત થઈ શકે. છેલ્લા 24 વર્ષોમાં રાજ્ય સરકારે સમરસ પંચાયતોને ₹351.20 કરોડની વધારાની ગ્રાન્ટ આપી છે, જેમાં તાજેતરમાં જ દોઢગણો વધારો પણ કર્યો છે.
Oct 11, 2025 01:14 pm
સમરસથી સમૃદ્ધ થઈ રહી છે ગુજરાતની પંચાયત, 24 વર્ષોમાં 15,500 પંચાયતો સમરસ બની, ₹351 કરોડની વધારાની ગ્રાન્ટ મળી
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 29 ઓક્ટોબર, 2001થી ગુજરાતમાં લાગુ થઈ હતી સમરસ ગ્રામ યોજના, રાજ્યમાં અત્યારસુધીમાં 828 મહિલા સમરસ પંચાયતો પણ બની છે, જેમને વધુ આર્થિક સહાય આપવામાં આવે છે. વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના 34 જિલ્લાઓની ગ્રામપંચાયતોમાં થશે 918 કાર્યક્રમો થયા છે, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સખીમંડળો અને વિવિધ કેટેગરીમાં જિલ્લાઓને સન્માનિત કરવામાં આવશે, સ્થાનિક ઉત્પાદનોનું પણ પ્રદર્શન કરવામાં આવશે.
Oct 11, 2025 01:04 pm
જામનગરમાં સો.મીડિયામાં વિવાદિત પોસ્ટમાં કાર્યવાહી
પોલીસે વિવાદિત પોસ્ટને લઇ 7ની ધરપકડ કરી, ઇદ-એ-મિલાદના ઝુલુસ દરમિયાન પોસ્ટ મૂકી હતી, મારી નાખવાની ધમકી આપનાર 7ની ધરપકડ, વિવાદિત નારી લગાવી સો.મીડિયામાં અપલોડ કર્યા હતા.
Oct 11, 2025 12:53 pm
રાષ્ટ્રપતિ સાથે તેમના દીકરી ઈતિશ્રી મુર્મૂ અને મહાનુભાવો જોડાયાં હતાં
દ્વારકા હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના તૃતીય દિવસે ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે આવી પહોંચતા દ્વારકા હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડ ખાતે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.
Oct 11, 2025 12:53 pm
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દ્રારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજરોજ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં. રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશને ભારતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિએ ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન કરી ધન્યતા અનુભવી હતી.
Oct 11, 2025 12:34 pm
ડ્રોન દીદી બનવા માટેની લાયકાત
સ્વ-સહાય જૂથ અથવા ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે જોડાયેલી કોઇપણ ગ્રામ્ય વિસ્તારની મહિલા ડ્રોન દીદી બની શકે છે. મહિલાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ અને ૫૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. મહિલાએ ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. લાયકાત ધરાવતી મહિલાઓની રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરવામાં આવશે અને DGCA માન્યતા પ્રાપ્ત ડ્રોન પાઇલટ તાલીમ સંસ્થામાંથી ડ્રોન પાઇલટની તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ DGCA પાસેથી રિમોટ પાઇલટ તરીકેનું લાયસન્સ પણ મેળવવાનું રહેશે. મહિલાઓને આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ કરાવીને તેમને આત્મનિર્ભર બનાવવા, ખેતીને વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનાવવા તથા પાકની ગુણવત્તા વધારીને ખેડૂતોની આવક વધારવા માટે વડાપ્રધાનશ્રીએ મહત્વકાંક્ષી નમો ડ્રોન દીદી યોજના અમલમાં મૂકી છે. આ યોજના દ્વારા મહિલાઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકશે અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકશે.
Oct 11, 2025 12:34 pm
રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં એક “ડ્રોન દીદી” કાર્યરત કરવાનો નિર્ધાર કર્યો છે
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં નમો ડ્રોન દીદી યોજનાના પ્રારંભિક તબક્કે વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલીક ફર્ટીલાઇઝર કંપનીઓ દ્રારા પોતના CSR ફંડમાંથી સખી મંડળની આ મહિલાઓને ડ્રોન પૂરા પાડવામાં આવ્યા હતા. જેમાં IFFCO દ્વારા ૧૮, GNFC દ્વારા ૨૦ અને GSFC દ્વારા ૨૦ એમ કુલ મળી ૫૮ ડ્રોન તથા ૫૮ મહિલાઓને ડ્રોન તાલીમ પૂરી પાડવામાં આવી હતી. આગામી એક વર્ષમાં ગુજરાતના સખી મંડળની વધુ ૧,૦૨૪ બહેનોને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં એક “ડ્રોન દીદી” કાર્યરત કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યમાં નવી ૧,૦૨૪ ડ્રોન દીદી કાર્યરત થતા ખેડૂતોનો ખેતી ખર્ચ, સમય અને રસાયણિક દવાઓનો અંધાધૂંધ ઉપયોગ ઘટશે તેમજ સખી મંડળની બહેનો માટે રોજગારીની તકોમાં પણ વધારો થશે.
Oct 11, 2025 12:34 pm
રાજ્યની મહિલાઓના આર્થિક સમુદ્ધિનો માર્ગ મોકળો થયો છે
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મુદ્રા યોજના, લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં નમો ડ્રોન દીદી આજે માત્ર એક સરકારી યોજના નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પ્રગતિના નવા આકાશમાં ઉડવાની તક આપતું એક મંચ બની છે. જેના થકી રાજ્યની મહિલાઓના આર્થિક સમુદ્ધિનો માર્ગ મોકળો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય “નમો ડ્રોન દીદી યોજના”ની અમલવારીમાં પણ અગ્રીમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. ગુજરાતમાં અત્યારે સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની ૫૮ મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે. ગુજરાતની આ ૫૮ ડ્રોન દીદીઓએ રાજ્યના ૭,૦૦૦થી વધુ ખેડૂતોની ૧૮,૦૦૦ એકર જેટલી જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને રૂ. ૫૫ લાખથી વધુની આવક મેળવી છે.
Oct 11, 2025 12:33 pm
ગુજરાતની 58 ડ્રોન દીદીએ 18,000 એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને રૂ.55 લાખથી વધુની આવક મેળવી
આગામી એક વર્ષમાં રાજ્યની વધુ ૧૦૨૪ મહિલાઓને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને “ડ્રોન દીદી” બનાવાશે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ સંભાળ્યો ત્યારથી જ નરેન્દ્ર મોદીએ ગ્રામ્ય સ્તરે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમણે ગ્રામીણ મહિલાઓને માત્ર લાભાર્થી નહીં, પણ રાજ્યના વિકાસમાં સક્રિય આર્થિક ભાગીદાર બનાવવાની નીતિ અપનાવી હતી. વડાપ્રધાન બન્યા પછી, નરેન્દ્ર મોદીએ આ પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર્યા અને ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના પ્રયત્નો કર્યા છે.
Oct 11, 2025 12:27 pm
કચ્છના ગાંધીધામમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા
આદિપુરના 6 વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી, આદિપુરમાં 60થી વધુ ગેરકાયદે દબાણ તોડી પાડ્યા.
Oct 11, 2025 12:16 pm
દાહોદ APMCમાં બળવો કરનાર 3 સભ્યો સસ્પેન્ડ
ભાજપના મેન્ડેટ વગર ઉમેદવારી કરનાર સભ્યો સસ્પેન્ડ, ભાજપે નગરસિંહ પલાસ, કમલેશ રાઠીને કર્યા સસ્પેન્ડ, મનુભાઇ માવીને પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા.
Oct 11, 2025 12:11 pm
મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે અને ચક્રવાતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે, માછીમારો 10 ઓકટોબર સુધી દરિયો ના ખેડે તેવી પણ સૂચના આપવામાં આવી છે, દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉછળશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે, 10 ઓકટોબર પછી વરસાદ ધીરે ધીરે વિદાય લેશે.
Oct 11, 2025 12:10 pm
22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.
Oct 11, 2025 12:10 pm
23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ગુજરાતમાં વાદછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે અને 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને 23 થી 26 નવેમ્બર દરમ્યાન હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે અને 5 થી 7 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવતાં ઠંડી વધશે, રાજ્યમાં 22 ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે.
Oct 11, 2025 12:10 pm
અંબાલાલ પટેલની ઠંડીને લઈ મોટી આગાહી, કહ્યું, 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી છે જેમાં રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડીની થશે શરૂઆત અને 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે, 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં બેસતા વર્ષે વાતાવરણમાં ફેરફાર થાય તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે અને 13 થી 17 ઓક્ટોબર દરમ્યાન વાદળછાયું વાતવરણ રહેશે અને 18 થી 30 ઓક્ટોબર વચ્ચે ઉપસાગરમાં લો પ્રેશર થશે અને 18 થી 21 ઓક્ટોબર દરમ્યાન અરબી સમુદ્રમાં હલચલ થશે.
Oct 11, 2025 11:51 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
03 - Rajkot News : રાજકોટ SOG પોલીસે 50 લાખનું "સમુદ્રી સોનું" ઝડપી પાડી એક શખ્સની કરી અટકાયત
05 - Weather News : ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય, 7 દિવસ વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય
08 - Layoffs in US due to Shutdown: ટ્રમ્પ શાસનમાં શટડાઉનનો કહેર, વધુ 4000 કર્મચારીઓની કરાશે છટણી
Oct 11, 2025 11:46 am
મહેસાણા દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન
PM મોદીએ પાવડર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યુ, દરરોજના 120 મેટ્રિક ટન કેપિસિટીના પ્લાન્ટનું ઉદ્ઘાટન, 3.50 લાખ કેપિસિટીવાળા ટેટ્રાપેક પ્લાન્ટનું ઉદ્ઘાટન, 500 કરોડમાં દૂધસાગર ડેરીમાં બે પ્રોજેકટ બન્યા, 42,000 કરોડના વિકાસકામો ખુલ્લા મુક્યા.
Oct 11, 2025 11:33 am
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામનો બનાવ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામે આ બનાવ બન્યો હતો, લંપટ ભગતે બિમાર કિશોરીને સારી કરવાના બહાને ડુંગર પર લઈ જઈ દુષ્કર્મ આચાર્યું છે, પારડીની કિશોરીને માતા-પિતા ભગત શંકર તડવી પાસે લઈ ગયા હતા અને દેવળમાં પ્રાર્થના કરવી પડશે કહી કિશોરીને મુકી જવાનું કહ્યું હતું, હવસખોર ભગતે કિશોરીને અલગ અલગ જગ્યા લઈ જઈ હવસ સંતોષી છે, કિશોરીએ આપવીતી જણાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોલીસે કિશોરીના શરીરના અલગ-અલગ મેડિકલ રીપોર્ટ પણ કઢાવ્યા છે અને સારવાર હેઠળ ખસેડી છે.
Oct 11, 2025 11:33 am
કિશોરીએ આપવીતી જણાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ
વલસાડના કપરાડામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કિશોરી બિમાર હોવાથી તેના માતા-પિતા ભગત પાસે લઈ ગયા હતા અને તમારી દીકરીને સારૂ થઈ જશે તેમ કહી અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને કિશોરીને દુષ્કર્મનો ભોગ બનાવ્યો હતો, પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, દીકરી ગભરાઈ ગઈ હતી અને આરોપી પાસેથી છૂટે તે બાદ તેણે માતા-પિતાને આપવીતિ જણાવી હતી અને માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
Oct 11, 2025 11:33 am
વલસાડ જિલ્લામાં અંધશ્રદ્ધામાં અસમત લૂંટાઈ, બિમાર કિશોરીને સારી કરવાના બહાને દુષ્કર્મ આચર્યું
વલસાડના કપરાડામાં ફરી એક કિશોરી અંધશ્રધ્ધાનો ભોગ બની છે, બિમાર કિશોરીને સારી કરવારના બહાને દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. કપરાડા તાલુકામાં કિશોરી અંધશ્રદ્ધાનો શિકાર બની હોવાની વાત સામે આવી છે, બિમાર કિશોરીને સારી કરવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે, હવસખોરે અલગ અલગ જગ્યા લઈ જઈ દુષ્કર્મ આચર્યુ છે, તો માતા-પિતા ભગત શંકર તડવી પાસે લઈ ગયા હતા અને કિશોરીને એકલતામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે.
Oct 11, 2025 11:13 am
રાજ્યની શાળાઓમાં ક્લાર્કની ભરતીમાં વિલંબ
રાજ્યમાં 200 વિદ્યાર્થીઓ દીઠ એક પણ ક્લાર્ક નહીં, શાળામાં શિક્ષકોની સાથે ક્લાર્કની જગ્યા પણ ખાલી, છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં ક્લાર્કની ભરતી નથી થઇ, ઘણી શાળાઓમાં પ્રિન્સિપાલ ક્લાર્કની ફરજ નિભાવે છે, બીજુ સત્ર શરુ થાય તે પહેલા ભરતી કરવા રજૂઆત, ભરતી નહીં થાય તો શાળા સંચાલક મંડળ HCમાં જશે.
Oct 11, 2025 10:55 am
બનાસકાંઠાના દાંતીવાડામાં કોન્ટ્રાક્ટર પુત્રની હત્યા
માછીમારીના કોન્ટ્રાક્ટરના પુત્રને ડેમમાં ધકેલી હત્યા, ડેમમાંથી મચ્છી કાઢવા બાબતે તકરાર થતા હત્યા, 40 કલાકની શોધખોળ બાદ ડેમમાંથી મૃતદેહ મળ્યો, કોન્ટ્રાક્ટરના દીકરા પર 4 લોકોએ હુમલો કર્યો હતો, હુમલાખોરોએ લાત મારી પાણીમાં ફેંક્યાનો આક્ષેપ, અમીરગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Oct 11, 2025 10:52 am
બનાસડેરીની દાંતા બેઠકનું પરિણામ જાહેર
મેન્ડેટ ધારી ઉમેદવાર અમરત પરમારની જીત, 85માંથી 55 મત અમરત પરમારને મળતા જીત, બળવો કરનાર દિલીપસિંહ બારડનો પરાજય, બનાસડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો.
Oct 11, 2025 10:40 am
બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર વડનગરની મુલાકાતે
વડનગર સ્ટેજ પૌરાણિક હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા, હાટકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા, PM જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલની પણ મુલાકાત લીધી, આર્ક્યુલિઝિકન મ્યુઝિયમની પણ લીધી મુલાકાત.
Oct 11, 2025 10:37 am
સુરત પોલીસના જાહેરનામાનો થયો ભંગ
જે વિસ્તારમાં આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તે વિસ્તારની પોલીસ પેટ્રોલિંગમાં હતી કે પછી જાણ હોવા છત્તા પણ કાર્યવાહી નથી કરી તેને લઈ લોકમુખે ચર્ચા થઈ રહી છે, પોલીસ નેતા હોય કે સામાન્ય માણસ હોય આવી રીતે જન્મદિવસની ઉજવણી કરવી અને રોડને બ્લોક કરી દેવો તે કેટલું યોગ્ય કહેવાય ! પોલીસ આ ભાજપના નેતાને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે. પોલીસનું જાહેરનામું આ વોર્ડ પ્રમુખ સાહેબને ખબર નથી કે શું ! અને જો વોર્ડ પ્રમુખને પોલીસના જાહેરનામાનું જ્ઞાન છે તો પછી શું કામ આવી રીતે જન્મદિવસની ઉજવણી કરી તે પણ એક સવાલ છે.
Oct 11, 2025 10:36 am
જન્મદિવસની ઉજવણીના નામે તમાશો
સુરતમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ભાજપ નેતા જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે અને રોડ પર ફટાકડા પણ ફોડીને પોલીસને ચેલેન્જ આપી છે, મિત્રો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, ત્યારે પોલીસે આ કેસમાં હજી કોઈ ગુનો નોંધ્યો નથી, જો અન્ય કોઈએ આવી રીતે જન્મદિવસની ઉજવણી કરી હોય તો પોલીસ તરત ગુનો નોંધે છે અને ધરપકડ કરે છે, ભાજપના નેતા છે માટે ગુનો નથી નોંધાયો ?
Oct 11, 2025 10:35 am
સુરત ભાજપના વધુ એક નેતાનો તમાશો, વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર રોડ ફટાકડા ફોડી જન્મદિવસની ઉજણી કરી
સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખે કાયદો હાથમાં લીધો છે, ભાજપ વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી છે અને પોલીસ આ મામલે કેમ હજી ચૂપ છે તે સમજાતું નથી, પોલીસે હજી પ્રકાશ સામે ગુનો નોંધ્યો નથી, અને વોર્ડ પ્રમુખે પોલીસના જાહેરનામાનો ભંગ કરી ઉલાળીયો કર્યો છે. સુરતમાં ભાજપ નેતાએ જાહેરમાં કેક કાપી ઉજવણી કરી હોવાની વાત સામે આવી છે, વોર્ડના પ્રમુખે જાહેરમાં કેક કાપી જન્મદિવસ ઉજવ્યો છે, સુરતના વોર્ડ 24ના પ્રમુખ પ્રકાશ ખેરનાર આવ્યા વિવાદમાં અને જાહેર માર્ગ પર જન્મદિવસ ઉજવી નિયમો નેવે મૂક્યા છે, કાર્યકરો સાથે ફટાકડા ફોડી જન્મદિવસ ઉજવ્યો છે, જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Oct 11, 2025 10:09 am
એક બેંક અકાઉન્ટ કીટ ભાડે મેળવવા માટે 1.75 લાખ રૂપિયા મળતા હતા
સાયબર ક્રાઇમ માટે બેંક કીટ અને સીમકાર્ડ દુબઈ મોકલવાના વધુ એક રેકેટનો સાયબર સેલે પર્દાફાશ કર્યો હતો. અમરોલી અને કોસાડમાં દરોડા પાડી પ્રવિણ ધાધલને પકડી લેવાયો હતો તો તેના પુત્રને વોન્ટેડ જાહેર કરાયો હતો. બાપ-બેટા બે વર્ષથી આ ગોરખધંધા કરતા હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. મળતી વિગતો પ્રમાણે સાયબર સેલે બાતમીના આધારે કોસાડમાં ક્રિષ્ણા રેસિડન્સી સામે સ્ટાર પેલેસના ફ્લેટમાં અને અમરોલી મનિપા ગરનાળા પાસે મનિષા સોસાયટીમાં દરોડા પાડયા હતા.
Oct 11, 2025 10:08 am
સુરતમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ, 155 બેંક એકાઉન્ટમાં 45 કરોડના ટ્રાન્ઝેક્શન થયા
અમરોલી કોસાડ આવાસમાં પોલીસના દરોડા સામે આવ્યા છે, જેમાં પોલીસે આરોપી પ્રવિણ ધંધાલની ધરપકડ કરી છે, પ્રવિણ બેંક એકાઉન્ટ ભાડે આપી કૌંભાડ કરતો હતો, પોલીસને તપાસ દરમિયાન 155 બેંક એકાઉન્ટની કીટ પણ મળી આવી છે. બેંક એકાઉન્ટ ભાડે મેળવવા 1.75 લાખ મળતા હોવાનો ખુલાસો થયો છે, કમિશન લઇ અન્ય રૂપિયા બેંક એકાઉન્ટ હોલ્ડરને અપાતા હોવાની વાત સામે આવી છે. અમરોલી કોસાડ આવાસમાં સ્ટાર પેલેસ રેસિડેન્ટના મકાન નંબર I504માં બાતમીના આધારે કરાયો દરોડો અને દરોડા દરમિયાન ઘરમાંથી મોટા પાયે બેંકની પાસબુક, ATM, સ્કેનર, સિમ કાર્ડ, મોબાઈલ, સ્વાઇપિંગ મશીન જપ્ત કરવામાં આવ્યા છે, 155 બેંક એકાઉન્ટની બેક કીટ તપાસ દરમિયાન રૂમમાંથી મળી આવી છે.
Oct 11, 2025 09:49 am
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી
બિસ્માર ખાડામાં બાઇકચાલક પટકાયો, બાઇકચાલક પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી, ઉમરા વેલંજા વિસ્તારમાં અકસ્માતોની વણઝાર, બે દિવસ પહેલાં બાળકીનું પણ મોત થયું હતું, ખરાબ રસ્તાના કારણે થઇ રહ્યા છે અકસ્માત.
Oct 11, 2025 09:43 am
ગ્રીન ફટાકડા દિવાળીની ઉજવણી અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવા માટે એક સુરક્ષિત માર્ગ પૂરો પાડે છે
ગ્રીન ફટાકડામાં મુખ્યત્વે SWAS, STAR અને SAFAL જેવા પ્રકારોનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલાક ફૂટતી વખતે પાણીની વરાળ છોડીને ધૂળના કણોને નીચે બેસાડી દે છે. આ ઉપરાંત, ગ્રીન ફટાકડા ધ્વનિ પ્રદૂષણ પણ ઘટાડે છે. જ્યાં સામાન્ય ફટાકડા ૧૬૦ ડેસિબલ સુધીનો અવાજ ઉત્પન્ન કરી શકે છે, ત્યાં ગ્રીન ફટાકડાનો અવાજ ૧૧૦ થી ૧૨૫ ડેસિબલ સુધી મર્યાદિત હોય છે, જે આરોગ્ય માટે ઓછો જોખમી છે. ગ્રાહકો આ ફટાકડાને તેના પેકેટ પર લગાવેલા CSIR-NEERI અને PESOના લોગો તેમજ QR કોડ દ્વારા સરળતાથી ઓળખી શકે છે. આ QR કોડ ફટાકડાની રચના અને ઉત્સર્જનના સ્તરની વિગતો આપે છે. આમ, ગ્રીન ફટાકડા દિવાળીની ઉજવણી અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવા માટે એક સુરક્ષિત માર્ગ પૂરો પાડે છે.
Oct 11, 2025 09:43 am
જાણો, શું છે ગ્રીન ફટાકડા
ગ્રીન ફટાકડા એ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી CSIR-NEERI (નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા વિકસાવવામાં આવેલો એક ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ છે. આ ફટાકડા પરંપરાગત ફટાકડા કરતાં ૩૦% થી ૪૦% ઓછું પ્રદૂષણ ફેલાવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ગ્રીન ફટાકડામાં બેરિયમ નાઈટ્રેટ, સલ્ફર અને પોટેશિયમ નાઈટ્રેટ જેવા હાનિકારક રસાયણોનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં અથવા બિલકુલ કરવામાં આવતો નથી. પરિણામે, તે નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓનું ઉત્સર્જન ઘટાડે છે.
Oct 11, 2025 09:43 am
ફટાકડાની દુકાનમાં પર્યાપ્ત માત્રામાં અગ્નિશામક સાધનો, રેતીની ડોલ રાખવાની રહેશે
દુકાનની સામે કોઈ કામચલાઉ શેડ કે પ્લેટફોર્મ બનાવવાના રહેશે નહી તેમજ દુકાનમાં વિદ્યુત લાઈટનું વાયરીંગ યોગ્ય રીતે કરવાનું રહેશે. વધુમાં, હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થા, કોર્ટ, ધાર્મિક સ્થળોથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તેમજ જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર ફટાકડા ફોડી શકાશે નહીં તથા ચાઈનીઝ તુકકલ અને આતશબાજ બલુનના વેચાણ તેમજ ઉડાડવા પર પણ પ્રતિબંધ ફરવામાં આવે છે. આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૦૫.૧૧.૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Oct 11, 2025 09:42 am
૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફટાકડા વેચવાના રહેશે નહીં
દિવાળી તથા અન્ય તહેવારો નિમિત્તે ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. આ ઉપરાંત હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઇપણ વેન્ડર, લારી-ગલ્લા ટેમ્પરેરી શેડ બાંધીને ફટાકડાનું જે વેચાણ કરે છે, તેને અટકાવવા આવા વેપારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ તથા ગુજરાત પોલીસ એક્ટ, ૧૯૫૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પુખ્ત વ્યક્તિઓ સાથે ન હોય ત્યાં સુધી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફટાકડા વેચવાના રહેશે નહીં. ફટાકડાનાં સંગ્રહ અને વેચાણ દરમિયાન ધુમ્રપાન અથવા કોઈપણ પ્રકારના દીવા, ફાનસ, મીણબત્તીને મંજુરી આપવાની રહેશે નહી.
Oct 11, 2025 09:42 am
ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ નિયમ મુજબ કરી શકશે
આ જાહેરનામાં અનુસાર, સુપ્રિમ કોર્ટ દ્વારા ભારે ઘોંઘાટ, હવા પ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ કરતા ફટાકડા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે, ઓછા એમિશન ઉત્પન્ન કરે છે, તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર પેટ્રોલીયમ અને એક્સપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઈઝેશન દ્વારા અધિકૃત અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ નિયમ મુજબ કરી શકશે. ઉપરાંત તમામ ઇ-કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારનાં ફટાકડાનાં ઓર્ડર લેવા પર તથા ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Oct 11, 2025 09:42 am
વિદેશી ફટાકડાના વેચાણ-આયાત પર પ્રતિબંધ, ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ નિયમ મુજબ કરી શકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારો અન્વયે જરૂરી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા, તમામ ઇ-કોમર્સ વેબસાઇટ ઉપર ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ, ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડાનાં ઉત્પાદન- વેચાણની અપાઈ પરવાનગી. દિવાળી, અન્ય તહેવારો નિમિત્તે રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી, ક્રિસમસ, નૂતન વર્ષનાં દિવસે રાત્રે ૧૧.૫૫ કલાકથી ૧૨.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારો પૂર્વે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ, જાહેર જનતાની, જાનમાલની સલામતી અર્થ વેચવામાં આવતા વિદેશી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફોડવામાં આવતાં ફટાકડાં (દારૂખાના) થી આગનાં, અકસ્માતનાં અને તોફાનોના બનાવો ન બને તે આશયથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
Oct 11, 2025 09:28 am
જાણો એમ્બરગ્રીસ એટલે શું
વ્હેલની ઉલટી, જેને એમ્બરગ્રીસ કહેવાય છે, તે વ્હેલના શરીરમાંથી મુક્ત થતો ઘન પદાર્થ છે. આ વ્હેલના આંતરડામાં બનેલો મળ છે, જે ખોરાક ન પચવાને કારણે ઉલ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે. તેનો રંગ કાળોથી ગ્રેથી સફેદ સુધીનો હોઈ શકે છે, અને તે મીણના ઘન ટુકડા જેવો દેખાય છે. વ્હેલ માછલી સમુદ્રમાં હાજર તમામ પ્રકારની વસ્તુઓ ખાય છે. પરંતુ જ્યારે આ વસ્તુઓ પચાવી શકાતી નથી ત્યારે વ્હેલ તેને ઉલ્ટીના રૂપમાં બહાર કાઢે છે. આ પદાર્થ સમુદ્રની સપાટી પર આવે છે અને ઘન બને છે. તે સામાન્ય રીતે સ્પર્મ વ્હેલ દ્વારા જ ઉત્પન્ન થાય છે.
Oct 11, 2025 09:28 am
પોલીસે માછલીની ઉલ્ટીને ઝડપી FSLમાં મોકલી આપી
રાજકોટના આજીડેમ ચોકડી પાસેથી આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, મૂળ બાબરા તાલુકાના કરિયાણાના વિમલ બાવળિયાને ઝડપી પાડવામાં આવ્યો છે, આ ઉલ્ટી આરોપી વિમલને સિહોરના જીતુભાઈ કોળી આપી હોવાનું સામે આવ્યું છે, રાજકોટ SOG દ્વારા ફોરેસ્ટ અધિકારીને સાથે રાખી તપાસ કરી હતી અને વહેલ માછલી ઉલ્ટી પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવી છે.
Oct 11, 2025 09:28 am
રાજકોટ SOG પોલીસે 50 લાખનું "સમુદ્રી સોનું" ઝડપી પાડી એક શખ્સની કરી અટકાયત
રાજકોટ શહેર SOG દ્વારા શંકાસ્પદ વ્હેલ માછલી ઉલ્ટી (એમ્બ્રગ્રીસ) ઝડપી પાડી છે, જેની કિંમત 49.80.000 થાય છે, રાજકોટ SOG દ્વારા કુલ 50.15.310નો મુદામાલ ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટ એસઓજીએ 50 લાખનું એમ્બરગ્રીસ ઝડપાયું છે અને રાજકોટ શહેરમાંથી જ આ એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો છે, તો આ સમગ્ર ઘટનામાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, પોલીસે બાતમીના આધારે એમ્બરગ્રીસ ઝડપી પાડયું છે, એમ્બરગ્રીસ એટલે માછલીની ઉલ્ટી અને આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઉલ્ટીની ઉંચી કિંમત આંકવામાં આવે છે.
Oct 11, 2025 09:15 am
નવાપુરા પોલીસ મથકમાં સામસામે બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે
વડોદરાની જાણીતી લિટલ ફ્લાવર સ્કૂલમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાના પગલે વિવાદ ઊભો થયો છે. આ મામલે નવાપુરા પોલીસ મથકમાં સામસામે બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. એક જ પરિસરમાં આવેલી ત્રણ શાળાઓને કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. પહેલી ફરિયાદ મુજબ ધોરણ 11ના વિદ્યાર્થીઓએ ધોરણ 9ના વિદ્યાર્થીને માર માર્યો હતો. ધક્કામુક્કીની આ ઘટના બાદ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે બીજી ફરિયાદમાં ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓએ ભેગા મળીને ધોરણ 11ના એક અન્ય વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
Oct 11, 2025 09:15 am
ખંડેરાવ માર્કેટ નજીક આવી છે લિટલ ફલાવર સ્કૂલ
વડોદરાના ખંડેરાવ માર્કેટ નજીક લિટલ ફલાવર સ્કૂલ આવેલી છે જેમાં વિધાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે, ધોરણ 9માં ભણાતા વિધાર્થીથી ધોરણ 11માં ભણતા વિધાર્થીને ધક્કો વાગ્યો હતો અને બન્ને વિધાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી, આ ઘટનામાં ધોરણ 11માં ભણતા વિધાર્થીને દાંતના ભાગે ઈજા પણ પહોંચી હતી અને સ્કૂલના દાદર પરથી આ બબાલની શરૂઆત થઈ હતી, ત્યારે સ્કૂલ સ્ટાફે મામલો થાળે પાડયો હતો અને પોલીસને જાણ કરી હતી.
Oct 11, 2025 09:15 am
વડોદરાની લિટલ ફલાવર્સ સ્કૂલમાં વિધાર્થીઓ વચ્ચે મારામારીના કેસમાં DEOએ સ્કૂલને ફટકારી શો કોઝ નોટિસ
વડોદરામાં વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલમાં મારામારી થતા લિટલ ફ્લાવર સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારાઇ છે, વડોદરાના DEOએ સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારી છે અને ખુલાસા સાથે રુબરુ હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. વડોદરાની લિટલ ફ્લાવર સ્કૂલમાં બે દિવસ અગાઉ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને આ કેસમાં સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારાઈ છે, વડોદરાના ડીઈઓએ પાઠવી શો કોઝ નોટિસ અને મારામારીની ઘટનામાં ગંભીરતા ન દાખવતા નોટિસ ફટકારાઈ છે અને કાયદેસર કાર્યવાહી કેમ ન કરવી તેના ખુલાસા સાથે રૂબરૂ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે, સ્કૂલના આચાર્યને આ બાબતે ડીઈઓ તરફથી ઠપકો પણ મળી શકે છે.
Oct 11, 2025 09:10 am
ગાંધીનગરમાં સફાઇ કામના નામે ઘરમાં ચોરી
ઘરમાંથી પૈસા અને સોનાના દાગીનાની ચોરી, રાધે એમ્પાયરમાં સફાઇ માટે આવ્યા હતા ત્રણ લોકો, પોલીસે એક આરોપીની ધરપકડ કરી, બેની શોધખોળ.
Oct 11, 2025 08:55 am
ભાવનગરથી ઉપડતી સપ્તાહિક ટ્રેન સંપૂર્ણ રદ
લાંબા અંતરની ટ્રેન તહેવાર સમયે રદ કરતા હાલાકી, વૈષ્ણોદેવી, જમ્મુ કાશ્મીરનાં યાત્રીઓની મુશ્કેલી વધી, શહીદ કૅપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ રદ, ઉધમપુર લાઈન ઉપર ચાલતી કામગીરીને લઈ નિર્ણય, ભાવનગર-ઉધમપુર, ઉધમપુર-ભાવનગર ટ્રેન રદ.
Oct 11, 2025 08:42 am
ઔધોગિક એસોશિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
મહેન્દ્રા એગ્રીના CEO અશોક શર્મા તથા વેલસ્પન ગ્રુપના CEO કપિલ મહેશ્વરીએ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના આયોજનને બિરદાવતા ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ માટેની ઇકોસિસ્ટમની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને પોટેટો ફૂડ પ્રોસેસિંગ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાતની પ્રગતિ અંગે હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, ગણપત યુનિવર્સીટીના પ્રમુખ ગણપતભાઇ પટેલ, મહિન્દ્રાના સીઇઓ દેવીન્દર સિંઘ સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ અને ઔધોગિક એસોશિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Oct 11, 2025 08:41 am
૪૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા હતા
ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ જણાવ્યું કે, “રિજનલ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના સમાન અને સંતુલિત વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કોન્ફરન્સથી પ્રાદેશિક સ્તરે ઉદ્યોગો વચ્ચે પરસ્પર ભાગીદારી, નેટવર્કિંગ અને વિચારોનું આદાન-પ્રદાન શક્ય બન્યું છે, જેનાથી ઉદ્યોગ અને રોજગારના નવા ક્ષેત્રોને ઉભરવાની તક મળશે.”ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે બે દિવસીય કોન્ફરન્સની સફળતાનો ચિતાર આપતાં જણાવ્યું કે, “આ સમિટમાં ૩૪ જેટલી વિદેશી કંપનીઓએ ભાગ લીધો છે. ૧૭૦થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ જોડાયા છે. નાના અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગપતિઓ સહભાગી બન્યા છે. ૮૦થી વધુ દેશોની ભાગીદારી સાથે આ સમિટ વૈશ્વિક બની છે. કૃષિ સેમિનારમાં જાપાન, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને નેધરલેન્ડ જેવા દેશોએ ભાગીદારી નોંધાવી છે. દેશ-વિદેશના મળીને કુલ ૨૯,૦૦૦ જેટલા રજિસ્ટ્રેશન થયા હતા, જેમાં ૪૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.”
Oct 11, 2025 08:40 am
વિકસિત ભારત @૨૦૪૭’ના નિર્માણ માટે દેશને પ્રોત્સાહિત કરી રહ્યા છે
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, “રાજ્યના દરેક ક્ષેત્રને વિકાસમાં સહભાગી બનાવવાના ઉમદા ઉદ્દેશ સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ પ્રથમ કડીમાં બે દિવસ સુધી લઘુ, મધ્યમ અને મેગા ઉદ્યોગગૃહો તેમજ સ્ટેકહોલ્ડર્સ સાથે ગુણવત્તા, સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચાઓ અને MOU થયા છે.” રાજપૂતે ઉમેર્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નાનામાં નાના માણસની ચિંતા કરે છે. યુદ્ધ, ટેરિફ અને ઔદ્યોગિક સ્પર્ધાના સમયમાં પણ GST રિફોર્મ અને ₹૧૨ લાખ સુધીની આવક પર ઇન્કમટેક્સમાં છૂટ જેવા નિર્ણયો દ્વારા તેઓ ‘વિકસિત ભારત @૨૦૪૭’ના નિર્માણ માટે દેશને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ સિંગલ વિન્ડો સિસ્ટમ અને ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે ‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’નું શ્રેષ્ઠ વાતાવરણ નિર્માણ થયું છે.
Oct 11, 2025 08:40 am
ગુજરાતથી રિજનલ વાઇબ્રન્ટનો પ્રારંભ થયો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં વાઇબ્રન્ટ સમિટના વિચારને તત્કાલીન સમયે પડકારો વચ્ચે સાકાર કરીને વાઇબ્રન્ટ સમિટને ઉત્તરોત્તર સિદ્ધિઓ અપાવી તેની પણ વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે આ દ્વિ દિવસિય કોન્ફરન્સમાં યોજાયેલા ચર્ચા સત્રો, સેમિનાર્સ, પ્રેઝન્ટેશન અને એમ.ઓ.યુ. રિજનલ ડેવલપમેન્ટનો નવો અધ્યાય રચાશે તેવો દૃઢ વિશ્વાસ દર્શાવ્યો હતો અને આગામી સમયમાં યોજાનારી અન્ય પ્રદેશોની રિજનલ કોન્ફરન્સમાં પણ લોકોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટ યોજીને જે દૂરંદેશી દાખવી હતી, તે ફળીભૂત થઈ છે. તેમના આ મોડેલથી પ્રેરાઈને આજે અન્ય રાજ્યો પણ આવી ઇવેન્ટ્સનું આયોજન કરી રહ્યા છે. કોરોનાકાળના પડકારો છતાં વાઇબ્રન્ટની યાત્રા અવિરત રહી છે. હવે ગુજરાતના ચાર રિજિયન પૈકી નોર્થ ગુજરાતથી રિજનલ વાઇબ્રન્ટનો પ્રારંભ થયો છે. મને ખાતરી છે કે નોર્થ ગુજરાત સમગ્ર રાજ્યનું શ્રેષ્ઠ રિજિયન બની રહેશે.”
Oct 11, 2025 08:27 am
અત્યાર સુધીમાં 10 વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સફળતાથી પાર પાડી
તેમણે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની આવી અપ્રતિમ સફળતાનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનને આપ્યો હતો. એટલું જ નહીં પાર્ટનર કન્ટ્રીઝ, કોન્ફરન્સમાં જોડાયેલા દેશ-વિદેશના ડેલિગેટ્સ તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ટીમ ગુજરાતના કર્મયોગીઓને પણ તેમણે આ સફળતાના હક્કદાર ગણાવ્યા હતા. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં અત્યાર સુધીમાં 10 વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સફળતાથી પાર પાડીને દરેક સમિટ નવી ઉર્જા, નવા રોજગાર અવસર અને નવા રોકાણો આપણને મળ્યા છે. હવે પ્રાદેશિક વાઇબ્રન્ટ કોન્ફરન્સનો પ્રયોગ વધુ વિસ્તૃત અને પ્રાસંગિક બન્યો છે. ઉત્તર ગુજરાતની આ પ્રથમ રિજનલ કોન્ફરન્સની સફળતા દર્શાવે છે કે રાજ્યમાં વિકાસ ‘ગામથી ગ્લોબલ’ની દિશામાં અવિરત આગળ વધી રહ્યો છે.
Oct 11, 2025 08:13 am
બે દિવસમાં 21 ક્ષેત્રોમાં રોકાણ માટેના 1212 એમ.ઓ.યુ થયા
મુખ્યમંત્રી મહેસાણા જિલ્લાના ખેરવાની ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલી ઉત્તર ગુજરાત પ્રદેશની દ્વિ-દિવસિય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સમાપન અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા. તેમણે “વેલ બિગન ઇઝ હાફ ડન” ઉક્તિનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે, વડાપ્રધાને ગ્લોબલ વિલેજ અને વોકલ ફોર લોકલનો જે વિચાર આપ્યો તેને પ્રથમ રિજનલ કોન્ફરન્સની આ સફળતાએ બળ આપ્યું છે. મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતની આ રિજનલ કોન્ફરન્સની ફલશ્રુતિ આપતા જણાવ્યું કે, બે દિવસમાં 21 ક્ષેત્રોમાં રોકાણ માટેના 1212 એમ.ઓ.યુ. દ્વારા સંભવિત 3.24 લાખ કરોડના રોકાણો ઉત્તર ગુજરાતમાં આવનારા સમયમાં આવશે અને પ્રદેશના વિકાસને નવી ગતિ મળશે.
Oct 11, 2025 08:13 am
પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું શાનદાર સમાપન, કરોડોના રૂપિયાના થયા MOU
દ્વિ-દિવસીય કોન્ફરન્સમાં વિવિધ સેક્ટર્સમાં રોકાણો માટેના 1212 MOUથી અંદાજે 3.24 લાખ કરોડના રોકાણો ઉત્તર ગુજરાતમાં ભવિષ્યમાં આવવાથી પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સરકાર સાથે જોડીને ‘સ્વચ્છતાથી સેમિકન્ડક્ટર’ સુધીના દરેક ક્ષેત્રોમાં વિકાસની ઊંચાઈઓ સર કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસ ફક્ત નગરો કે મોટા શહેરો સુધી જ ન રહે અને દરેક ગામ, દરેક પ્રદેશના લોકો તેના સહભાગી થાય અને વિકાસ તેમના સુધી પણ પહોંચે તેવા વડાપ્રધાનના વિઝનથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું રાજ્યમાં આયોજન થયું છે.
Oct 11, 2025 08:03 am
પોલીસે બન્ને પરિવારને બોલાવી તપાસ શરૂ કરી
ગીતાબેનનો પતિ દિનેશ અમદાવાદના અમરાઈવાડીમાં રહેતો હતો, જોકે ગીતા વાણીયા પણ લોદરિયાળમાં પ્રેમી રણછોડની ઘરની પાસે એક રૂમમાં ભાડે રહેવા લાગી હતી. શંકા એવી પણ સેવાઇ રહી છે કે મૃતક પ્રેમિકા ગીતાને અન્ય યુવક સાથે પણ પ્રેમસબંધ હોવાથી હત્યા કરી હોઈ શકે છે. જોકે બાબતનું કારણ જાણવા હાલ પોલીસે ફરિયાદ નોંધી સ્યુસાઈડ નોટ કબજે લઈ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે મૃતક રણછોડ અને ગીતાબેનના પરિવારજનોને પણ બોલાવી હત્યા બાદ આત્મહત્યા પાછળ ના કારણો જાણવા તપાસ શરૂ કરાઇ છે. હત્યા અને આત્મહત્યાના કેસમા પોલીસે ગુનો નોંધી બન્નેના પરિવારજનોને તપાસ માટે બોલાવી કાર્યવાહી હાથ ધરી છે.
Oct 11, 2025 08:03 am
મૃતક મહિલાને છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો અગાઉના પતિ સાથે
અને બનાવ સ્થળેથી ચાંગોદર પોલીસને પ્રેમસબંધ સંબોધીને લખેલી સુસાઈડ નોટમાં મળી આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, સ્યુસાઈડ નોટમાં અનેક મુદ્દાઓ ઉલ્લેખ કરવામાં આવ્યો હોઈ શકે છે. કારણ કે મૃતક ગીતાબેન અને તેના પતિ દિનેશ અલગ રહેતા હતા. ઉપરાંત પ્રેમી સાથે લગ્ન માટે પતિએ છૂટાછેડા પણ ન આપ્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ મૃતક ગીતા વાણીયા અમદાવાદના ગોમતીપુરમાં રહેતી હતી, પરંતુ મૃતક ગીતાબેન અને તેના પતિ દિનેશ ભરણપોષણનો કેસ ચાલી રહ્યો છે જેમાં તેના પતિને જેલવાસ પણ થઈ ચુક્યો છે. મૃતક ગીતાબેનને પણ તેના પતિ સાથે છુટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે.
Oct 11, 2025 08:03 am
પ્રેમીએ પહેલા હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કરી લીધો
ચાંગોદર પાસેના લોદરીયાળ ગામે પ્રેમ પ્રકરણમાં હત્યા બાદ આત્મહત્યાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં રણછોડ નામના પ્રેમીએ પ્રેમિકા ગીતા વાણિયા અને પુત્રી દેવાંશીના ઘરે મોડી સાંજે આવ્યો અને કોઈ બાબતે તકરારનું વેર રાખી મહિલા અને તેની બાળકીની હત્યા નાખી. એટલું જ નહિ પણ હત્યા બાદ પ્રેમી રણછોડે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમીએ પેપર કટર વડે કરી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.
Oct 11, 2025 08:02 am
સાણંદના લોદરીયાળ ગામમાં પ્રેમીએ પરણિત પ્રેમિકા અને દીકરીની હત્યા કરી, બન્નેની હત્યા બાદ પ્રેમીએ આપઘાત કર્યો
અમદાવાદના લોદરીયાળ ગામમાં ખેલાયો ખુની ખેલ, જેમાં સાણંદના લોદરીયાળ ગામમાં હત્યા બાદ આપઘાતની ઘટના બની છે, પ્રેમીએ પરણિત પ્રેમિકા અને દીકરીની હત્યા કરી અને બન્નેની હત્યા બાદ પ્રેમીએ આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી છે, મહિલા અને પુરુષ લીવઇનમાં સાથે રહેતા હતા. મહિલા તેના પુત્રીને લઇ લીવઇનમાં રહેતી હતી અને મહિલાનો પતિ તેને ડાયવોર્સ આપતો ન હતો, આ કેસમાં પોલીસને 10 પાનાની સ્યુસાઈડ નોટ મળી છે અને પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથધરી છે. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પાસેના લોદરિયાળ ગામે બાળકી સહિત બે પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસની તપાસમાં પ્રાથમિક તપાસમા એવો ખુલાસો થયો હતો, કે પ્રેમીએ પ્રેમિકા અને તેની પુત્રીની કરી હત્યા કરી બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી. પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જે બાબતે પોલીસ વધુ તપાસ હાથધરી છે.
Oct 11, 2025 07:40 am
આ રાજ્યોમાં ચોમાસાની વિદાય
ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. લક્ષદ્વીપમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ-મધ્ય અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રના માછીમારોને ઊંચા મોજા અને જોરદાર પવનના જોખમને કારણે સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.
Oct 11, 2025 07:40 am
ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ચોમાસુ વિદાય લેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫.૧૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૧૪૦.૨૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨૦.૧૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૫.૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૧.૭૨ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
Oct 11, 2025 07:36 am
ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય, 7 દિવસ વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય
વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને 7 દિવસ વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમદાવાદમાં મહત્તમ 34 ડિગ્રી તાપમાન રહેશે અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહી શકે છે, આગામી સાત દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી અને શહેરમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો માહોલ પણ જામશે અને વહેલી સવારે ગુલાબી ઠંડીની અસર પણ જોવા મળશે.
Oct 11, 2025 07:20 am
સુરતના ભેસ્તાન આવાસમાં માથાભારેનો આતંક
અરબાઝ બિલ્લીનો આતંક સામે આવ્યો, નશા માટે રૂપિયા નહીં આપતા માર માર્યો, યુવકને માર મારતા લોકોના ટોળા એકઠા થયા, ડિંડોલી પોલીસની કામગીરી સામે સવાલો.
Oct 11, 2025 07:19 am
જાહેર હિતની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી
ચાઇનીઝ, નાયલોન, સિન્થેટિક દોરી મામલે સુનાવણી, ઉત્પાદકોના વકીલની હાઈકોર્ટમાં માગ, ફક્ત ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકો:ઉત્પાદકોના વકીલ, કોટન દોરા વગર પતંગ ન ઉડાડી શકાય:ઉત્પાદકોના વકીલ, હાઈકોર્ટે અરજદારને આપ્યા આદેશ, કોટન દોરા હાનિકારક છે તેના પુરાવા આપવા આદેશ, સાદી દોરીનો ઉપયોગ કરવા HCનો આદેશ.
Oct 11, 2025 07:19 am
દિવાળી પહેલા ગેરકાયદે હોર્ડિંગ પર AMCની તવાઈ
292 ગેરકાયદે હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા, 82 સ્થળે મનપાની દીવાલો પરથી બેનરો હટાવાયા, સ્ટ્રીટ પોલ પરના બેનર, અન્ય બેનરો ઉતારવામાં આવ્યા, હોર્ડિંગ પેટે 125 કરોડની મનપાએ શરૂ કરી હતી ઉઘરાણી, મનપાને હોર્ડિંગની 25 કરોડની આવક થઈ, અન્ય હોર્ડિંગ ધારકોના હોર્ડિંગ ઉતારવામાં આવ્યા.
Oct 11, 2025 07:18 am
અમરેલીમાં ખાણ-ખનીજના અધિકારીઓની દાદાગીરી
યુવકના ઘરેથી લોડર જપ્ત કરતા માહોલ ગરમાયો, યુવકની 3 અધિકારીઓ વિરુદ્ધ સિટી પોલીસમાં અરજી, પોલીસનો ડર બતાવી લોડર કબજે કર્યાના આક્ષેપ, ઘટનાથી કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા, અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત, અધિકારીઓ કોળી સમાજને ટાર્ગેટ કરતો હોવાનો આરોપ.
Oct 11, 2025 07:18 am
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો ગુજરાત પ્રવાસે
દ્વારકામાં રાષ્ટ્રપતિ દ્વારકાધીશના દર્શન કરશે, સાંજે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની મુલાકાતે, રાષ્ટ્રપતિ વિદ્યાપીઠના દિક્ષાંત સમારોહમાં સામેલ થશે, ગઈકાલે સફારી પાર્કમાં કર્યા હતા સિંહ દર્શન.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

Surat : SMCના આસિસ્ટન્ટ એન્જિનિયરનો બેફામ ભ્રષ્ટાચાર, 5 વર્ષ પહેલા પણ લાંચ લેતા ઝડપાયો હોવાનો ઘટસ્ફોટ

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

Dholka : ચલોડા પ્રાથમિક શાળાની શિક્ષિકાનો સળગેલો મૃતદેહ મળવાના કેસમાં મોટો ધડાકો, શંકાખોર પતિ જ નીકળ્યો હત્યારો

Delhi : હોસ્પિટલમાં પિતા રાહ જોતા રહ્યા અને હોટલમાં CA વિવેક અગ્રવાલનો આખે આખો પરિવાર સળગી ગયો...

Africa ના આ ગામમાં બાઇક પર છે પ્રતિબંધ, કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો

Pakistan:પાકિસ્તાનીઓને પોતાના દેશ પર નથી ભરોશો કહ્યું "અમારો મુલ્ક ખોટા રસ્તે છે"

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજને કોણે ભણાવ્યો જીવનનો સૌથી મોટો પાઠ? શેર કર્યો કિસ્સો

Virat Kohli અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી થયો બહાર, આ મોટું કારણ આવ્યું સામે!

Delhi : હોસ્પિટલમાં પિતા રાહ જોતા રહ્યા અને હોટલમાં CA વિવેક અગ્રવાલનો આખે આખો પરિવાર સળગી ગયો...