સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં તાજેતરમાં ગોરખ વાઘ ગેંગના માથાભારે તત્વોએ મચાવેલા આતંકના મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરનાર ગેંગના બે મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કર્યા બાદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો સંદેશો આપવા માટે તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. લીંબાયતના સંજય નગર વિસ્તારમાં ગોરખ વાઘ ગેંગના સભ્યોએ જૂની અદાવત રાખીને એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.


ગોરખ વાઘ ગેંગે મચાવ્યો હતો આંતક

આ હુમલાને કારણે વિસ્તારના રહેવાસીઓમાં ખૌફ ફેલાયો હતો. આ ગેંગના આતંકના કારણે સંજય નગરના લોકો ભયભીત હતા. લીંબાયત પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને બંને હુમલાખોર આરોપીઓની ધરપકડ કરી હતી. કાયદાનો ડર પેદા કરવા અને આરોપીઓની ગુંડાગીરીનો અંત લાવવાના હેતુથી, પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પોલીસે તેમની પાસેથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

પોલીસે હુમલાખોર બંને આરોપીની કરી ધરપકડ

બંને પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમના વિરુદ્ધ અગાઉ 14 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને ગુનેગારોને સખત સંદેશો મળ્યો છે. પોલીસે હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: