સુરતના ઉધનામાં મામાએ ભાણેજની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. આ કંસ બનેલા મામાએ ધંધાની બાબતે ઝઘડામાં હત્યા કર્યાનો ખુલાસો થયો છે. ઉધના પોલીસે હત્યારા મામાની ધરપકડ કરી છે.
મૃતદેહના ટુકડા મીઠી ખાડીમાં ફેંકી દીધા
કૃર બનેલા મામાએ ભાણેજની હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા મીઠી ખાડીમાં ફેંકી દીધા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તેણે યુ ટ્યુબમાંથી જોઇને હત્યાનું પ્લાનિંગ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે.
મામાએ મૃતદેહના 7 ટુકડા કર્યા
સુરતના ઉધનામાં મોહમ્મદ આમીર નામના યુવકની તેના જ મામા મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલીએ હત્યા કરી નાખી તેના મૃતદેહના ટુકડા ખાડીમાં ફેંકી દીધા હોવાનો બનવા બનતા પોલીસ પણ દોડતી થઇ છે. નવાઇની વાત તો એ છે કે હત્યાની કોઇને ગંધ ના આવે એટલે મામાએ મૃતદેહના 7 ટુકડા કર્યા હતા અને ખાડીમાં ફેંક્યા હતા.
ભાણો આમીર અને મામો ઇફ્તિકાર બંને બિહારના
મામાએ ગુરુવારે જાતે જ જઇને પોલીસમાં તેનો ભાણેજ ગુમ થયો હોવાની ખોટી ફરિયાદ પણ કરી હતી. ભાણો આમીર અને મામો ઇફ્તિકાર બંને બિહારના છે અને ભાઠેનામાં ભાડાના મકાનમાં રહેતા હતા. બંને મામા ભાણેજ સિલાઇ મશીન ચલાવતા હતા.
ધંધાના હિસાબ બાબતે બોલાચાલી
મામા ભાણેજ વચ્ચે ધંધાના હિસાબ બાબતે બોલાચાલી થઇ હતી. પૈસાની લેતી દેતી મામલે અવાર થતા ઝઘડા વધી ગયા હતા જેથી મામાએ આખરે ભાણેજની હત્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું તેણે એક મહિના પહેલા જ હત્યાનું પ્લાનિંગ કર્યું હતું.
માથામાં વજનદાર હથો઼ડો મારી હત્યા
ભાણેજ જ્યારે તેની રુમમાં સુતો હતો ત્યારે શૈતાન બનેલા મામાએ વજનદાર હથોડી તેના માથામાં મારી હતી અને તેને ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે મૃતદેહના 7 ટુકડા કરીને ખાડીમાં ફેંકી દીધા હતા.
યુ ટ્યુબ દ્વારા માહિતી મેળવી
ચોંકાવનારી માહિતી તો એ છે કે પકડાઇ ના જવાય તે માટે મામા ઇફ્તિકારે હત્યા કેવી રીતે કરવી તે મામલે યુ ટ્યુબમાં વીડિયો પણ જોયા હતા અને હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કઇ રીતે કરવો, પકડાઇ ના જવાય તે માટે શું કરવું અને પકડાઇ જવાય તો સજા કેટલી થાય જેવી વિવિધ બાબતોની જાણકારી તેણે યુ ટ્યુબ દ્વારા મેળવી હતી.