મહિલા તેના પુત્રીને લઇ લીવઇનમાં રહેતી હતી અને મહિલાનો પતિ તેને ડાયવોર્સ આપતો ન હતો, આ કેસમાં પોલીસને 10 પાનાની સ્યુસાઈડ નોટ મળી છે અને પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથધરી છે. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પાસેના લોદરિયાળ ગામે બાળકી સહિત બે પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસની તપાસમાં પ્રાથમિક તપાસમા એવો ખુલાસો થયો હતો, કે પ્રેમીએ પ્રેમિકા અને તેની પુત્રીની કરી હત્યા કરી બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી. પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જે બાબતે પોલીસ વધુ તપાસ હાથધરી છે.


પ્રેમીએ પહેલા હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કરી લીધો

ચાંગોદર પાસેના લોદરીયાળ ગામે પ્રેમ પ્રકરણમાં હત્યા બાદ આત્મહત્યાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં રણછોડ નામના પ્રેમીએ પ્રેમિકા ગીતા વાણિયા અને પુત્રી દેવાંશીના ઘરે મોડી સાંજે આવ્યો અને કોઈ બાબતે તકરારનું વેર રાખી મહિલા અને તેની બાળકીની હત્યા નાખી. એટલું જ નહિ પણ હત્યા બાદ પ્રેમી રણછોડે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમીએ પેપર કટર વડે કરી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

મૃતક મહિલાને છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો અગાઉના પતિ સાથે

અને બનાવ સ્થળેથી ચાંગોદર પોલીસને પ્રેમસબંધ સંબોધીને લખેલી સુસાઈડ નોટમાં મળી આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, સ્યુસાઈડ નોટમાં અનેક મુદ્દાઓ ઉલ્લેખ કરવામાં આવ્યો હોઈ શકે છે. કારણ કે મૃતક ગીતાબેન અને તેના પતિ દિનેશ અલગ રહેતા હતા. ઉપરાંત પ્રેમી સાથે લગ્ન માટે પતિએ છૂટાછેડા પણ ન આપ્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ મૃતક ગીતા વાણીયા અમદાવાદના ગોમતીપુરમાં રહેતી હતી, પરંતુ મૃતક ગીતાબેન અને તેના પતિ દિનેશ ભરણપોષણનો કેસ ચાલી રહ્યો છે જેમાં તેના પતિને જેલવાસ પણ થઈ ચુક્યો છે. મૃતક ગીતાબેનને પણ તેના પતિ સાથે છુટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે.

પોલીસે બન્ને પરિવારને બોલાવી તપાસ શરૂ કરી

ગીતાબેનનો પતિ દિનેશ અમદાવાદના અમરાઈવાડીમાં રહેતો હતો, જોકે ગીતા વાણીયા પણ લોદરિયાળમાં પ્રેમી રણછોડની ઘરની પાસે એક રૂમમાં ભાડે રહેવા લાગી હતી. શંકા એવી પણ સેવાઇ રહી છે કે મૃતક પ્રેમિકા ગીતાને અન્ય યુવક સાથે પણ પ્રેમસબંધ હોવાથી હત્યા કરી હોઈ શકે છે. જોકે બાબતનું કારણ જાણવા હાલ પોલીસે ફરિયાદ નોંધી સ્યુસાઈડ નોટ કબજે લઈ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે મૃતક રણછોડ અને ગીતાબેનના પરિવારજનોને પણ બોલાવી હત્યા બાદ આત્મહત્યા પાછળ ના કારણો જાણવા તપાસ શરૂ કરાઇ છે. હત્યા અને આત્મહત્યાના કેસમા પોલીસે ગુનો નોંધી બન્નેના પરિવારજનોને તપાસ માટે બોલાવી કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: