જામનગરમાં ઝુલુસ દરમિયાન જનુની નારા લગાવનાર 7 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. જામનગરમાં તાજેતરમાં ઝુલુસ દરમિયાન અમુક શખ્સોનો નારા અને વિચિત્ર ઝંડાઓ સાથેનો વીડિયો વાયરલ થયો હતો. જે મામલે ચકચાર મચી હતી. બાદમાં પોલીસે 7 શખ્સો સામે ફરિયાદ નોંધી પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દરબાર ગઢ વિસ્તારમાં નારા લગાવનારા શખ્સોને સીટી એ ડિવિઝન દ્વારા દબોચી લઈ કોર્ટમાં રજૂ કરાયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઈસમો અલગ-અલગ ડિઝાઈનના ઝંડા લઈ ફરકાવતા જોવા મળ્યા
જામનગર શહેરમાં ઈદે નિમિત્તે ઝુલુસ નીકળ્યું હતું, જેમાં અમુક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે વિચિત્ર નારા સાથેનો વીડિયો વાયરલ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો વાયરલ થયો હતો. સુલેહ શાંતિનો ભંગ કરવાનું કૃત્ય કરનારા 7 શખ્સ સામે પોલીસે ગુનો નોંધતા ચકચાર મચી છે. દરબારગઢ સર્કલ બર્ધન ચોકના ખુણા પાસે નારા લગાવતા હોય, જેમાં અમુક ઈસમો અલગ-અલગ ડિઝાઈનના ઝંડા લઈ ફરકાવતા જોવામાં આવે છે. જેમાં એક શખ્સ ઉપર લીલા કલરનો અને નીચે સફેદ કલરના ઝંડા સાથે જનુની નારાનો ઓડિયો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ કરી કોમી વૈમનશ્ય ફેલાવવાનું કૃત્ય આર્ચયુ હતું.













