આગામી દિવાળી પર્વને લઈને રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને એક અઠવાડિયાનું મીની વેકેશન આપ્યું છે. આ ઉપરાંત પડતર દિવસની રજાઓ પણ આપી છે. જ્યારે કેન્દ્રના ધોરણો ત્રણ ટકા મોંઘવારી ભથ્થુ પણ વધારી આપ્યું છે. ત્યારે હવે દિવાળીની ઉજવણી માટે સરકારી કર્મચારીઓનો પગાર વહેલો કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. દિવાળીના તહેવારોને કારણે કર્મચારીઓનો પગાર વહેલો થશે.


રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર વહેલો મળશે

રાજય સરકારના નાણાં વિભાગના પરિપત્ર પ્રમાણે, ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા.૨૦.૧૦.૨૦૨૫ ના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજય સરકારે ઓકટોબર-૨૦૨૫ માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચુકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે.આ ઠરાવ અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.

દિવાળીના તહેવારોને કારણે વહેલો પગાર થશે

ઉકત નિર્ણય અનુસાર ઓકટોબર-૨૦૨૫ માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર ભથ્થા/પેન્શનની ચુકવણી તા.૧૩/૧૦/૧૯૯૩ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે તા.૨૦/૪/૧૯૯૩ના ઠરાવમાં છુટછાટ મુકીને તા.૧૪.૧૦.૨૦૨૫, તા. ૧૫.૧૦.૨૦૫ અને તા.૧૬.૧૦.૨૦૨૫ દરમિયાન તબક્કાવાર કરવાનું આથી ઠરાવવામાં આવે છે. કર્મચારીઓને ઓક્ટોબરનો પગાર વહેલો ચૂકવવામાં આવશે.


  • Follow us on: