મહેસાણામાં 9 અને 10 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે યોજાયેલા ટ્રેડ શો અને પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું.ત્યારે આ કાર્યક્રમમાં 30 હજારથી વધુ લોકો આવ્યા હતાં. તે ઉપરાંત 62થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. રાજ્યના ચાર ઝોનમાં યોજાનાર આ કોન્ફરન્સની ઉત્તર ગુજરાતથી શરૂઆત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં મોટા પાયે ઔદ્યોગિક ફેરફારો થશે
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, મહેસાણા ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાતની વાઈબ્રન્ટ સમિટ કોન્ફરન્સમાં 30 હજારથી વધુ લોકો આવ્યા હતાં. 62થી વધુ દેશોના પ્રતિનિધિ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત આ રિજનલ કોન્ફરન્સમાં 3.24 લાખ કરોડના 1212 MoU થયા હતાં. સમગ્ર કોન્ફરન્સ દરમિયાન વિદેશી કંપનીઓ સાથે 500 કરોડનો બિઝનેસ થયો હતો. આ કોન્ફરન્સ થકી ઉત્તર ગુજરાતમાં મોટા પાયે ઔદ્યોગિક ફેરફારો થશે.













