સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ કરી રહ્યા છે. સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સાબરકાંઠામાં પશુપાલક આંદોલન બાદ એકનું મોત થયું છે. રસ્તામાં તબિયત લથડતા ઈડરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ તબીબે મૃત જાહેર કર્યા છે. હિંમતનગર સાબરડેરી ખાતે વિરોધ પ્રદર્શનમાં ગયા હતા.


પશુપાલક આંદોલન બાદ એકનું મોત થયું

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ આજે હિંસક બન્યો. ન્યાયી ભાવની માંગણી સાથે એકઠા થયેલા પશુપાલકોએ ડેરીની દીવાલની ગ્રીલ તોડી, પથ્થરમારો કર્યો, અને મુખ્ય ગેટના CCTV પણ તોડી પાડ્યા. આ હિંસક ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જ્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ કરી રહ્યા છે. સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. પશુપાલકોએ દૂધના ટેન્કરના વાલ્વ ખોલી હાઈવે પર દૂધ ઢોળ્યું છે. પશુપાલકોના વિરોધ પ્રદર્શનથી હાઇવે અસરગ્રસ્ત થયો છે. ભાવફેરની માગ સાથે પશુપાલકો આંદોલન કરી રહ્યા છે.


  • Follow us on: