સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સ્થિત રમણીય પોલો ફોરેસ્ટ ખાતે ‘સંદેશ ન્યૂઝ’ દ્વારા વિશેષ ‘આદિજાતિ કોન્ક્લેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી પી. સી. બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ક્લેવ દરમિયાન આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, પાયાની સુવિધાઓ અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિ કરવાનો ગંભીર આક્ષેપ

કોન્ક્લેવમાં સંબોધન કરતા મંત્રી પી. સી. બરંડાએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સીધો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે વર્ષો સુધી આદિવાસી સમાજનો માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે, અને તેમના સાચા વિકાસની ક્યારેય ચિંતા કરી નથી. ભૂતકાળની સરકારોની નીતિઓને કારણે આદિવાસી વિસ્તારો મૂળભૂત સુવિધાઓથી વંચિત રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Sandesh News Adijati Conclave at Polo Forest: Minister P. C. Baranda Slams Congress

PM મોદીએ આદિવાસી સમાજની સાચી પીડા સમજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈએ પોતે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ કરીને ત્યાંની વાસ્તવિક સ્થિતિ જાણી અને આદિવાસી સમાજની પીડાને નજીકથી સમજી હતી. તેમના દૂરંદેશી વિઝનને કારણે જ આજે આદિવાસી સમાજ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાયો છે. ‘વનબંધુ કલ્યાણ યોજના’ અમલી બનાવીને સરકારે આદિવાસી વિસ્તારોમાં વિકાસની ગતિને નવો વેગ આપ્યો છે.

https://x.com/sandeshnews/status/2124828288241762798?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2124828288241762798%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

2 લાખ કરોડની યોજનાઓ અને 17 વિભાગોની સક્રિય કામગીરી

રાજ્ય સરકારની કામગીરીનો ચિતાર આપતા પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ અને પીવાના શુદ્ધ પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આદિજાતિ વિકાસ માટે રાજ્ય સરકારે 2 લાખ કરોડ રૂપિયાની માતબર યોજના બનાવી છે, અને સરકારના 17 જેટલા વિભાગો સંકલન સાધીને આ દિશામાં સતત કામ કરી રહ્યા છે. તેમણે નિખાલસતાપૂર્વક એમ પણ સ્વીકાર્યું કે, હજુ પણ ક્યાંક કોઈ કચાશ રહી ગઈ હશે, તો સરકાર તેને પૂર્ણ કરવા માટે ચોક્કસ કામ કરશે.

વર્ષ 2035 સુધીમાં એક પણ આદિવાસી પાછળ નહીં રહે

આગામી લક્ષ્યાંક અંગે વાત કરતા મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. વર્ષ 2035 માં જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થશે, ત્યારે રાજ્યનો એક પણ આદિવાસી વિકાસની દોડમાં પાછળ નહીં રહે તેવો સંકલ્પ તેમણે આ મંચ પરથી વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો: Gujarat Assembly Election 2027: ભાજપના '182'ના ટાર્ગેટ સામે કોંગ્રેસનું 'વોટ રક્ષક' અભિયાન!