11 નવેમ્બર 2026ના રોજ દેશભરમાં ભાઈબીજના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ, નવી દિલ્હીમાં કૃષિ મહાસંમેલન યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન પણ તમિલનાડુની મુલાકાતે જશે.
દેશભરમાં ભાઈબીજની ઉજવણી
ગુજરાતી નવા વર્ષ વિક્રમ સંવત 2083ના બીજા દિવસે એટલે કે કારતક સુદ બીજના રોજ સમગ્ર ગુજરાતમાં ભાઈબીજનો તહેવાર ધામધૂમથી ઉજવાશે. આ દિવસે ભાઈઓ બહેનના ઘરે ભોજન કરવા જાય છે, જ્યારે બહેનો ભાઈના દીર્ઘાયુ અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે.
દિવાળી વેકેશનમાં પ્રવાસન સ્થળો પર ભીડ
દિવાળી વેકેશનના કારણે ગુજરાતનાં પ્રવાસન અને યાત્રાધામો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, દીવ, સોમનાથ, દ્વારકા અને અંબાજી સહિતનાં સ્થળોએ પ્રવાસીઓની અવરજવર વધી છે. પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
દિલ્હીમાં કૃષિ મહાસંમેલન, વડાપ્રધાન મોદી કરશે સંબોધન
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 11 અને 12 નવેમ્બરે 'કિસાન તક ભારત એગ્રીકલ્ચર કોન્ફરન્સ 2026' યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહાસંમેલનમાં મુખ્ય સંબોધન કરશે. કાર્યક્રમમાં ખેડૂતો, કૃષિ નીતિ, ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રના વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનનો તમિલનાડુ પ્રવાસ
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન 11 નવેમ્બરે તમિલનાડુના તૂતીકોરિનની મુલાકાત લેશે. તેઓ તમિલનાડુ મર્કેન્ટાઇલ બેન્કના 105મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ ઉપરાંત, વી. ઓ. ચિદમ્બરમ કોલેજના પ્લેટિનમ જ્યુબિલી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં પણ હાજરી આપશે.
આ પણ વાંચો : Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ