ઇફકો (IFFCO) ના અધ્યક્ષ અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) ના ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર દિલીપભાઈ સંઘાણીએ નવી દિલ્હી સ્થિત PM આવાસ ખાતે માનનીય PM નરેન્દ્રભાઈ મોદી સાથે સપરિવાર આત્મીય શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જૂના દિવસો અને પારિવારિક સંસ્મરણોને યાદ કરવામાં આવ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ સંઘાણી પરિવારના તમામ સભ્યો પ્રત્યે સહજ આત્મીયતા અને પોતાપણું દર્શાવતા સૌહાર્દપૂર્ણ માહોલમાં વાતચીત કરી હતી.

બાળકો પ્રત્યે PMનો વિશેષ સ્નેહ, વાત્સલ્ય અને ઉત્સાહવર્ધન

મુલાકાત દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ખાસ કરીને પરિવારના બાળકો પર પોતાનો અપાર સ્નેહ અને આશીર્વાદ વરસાવ્યા હતા. PM એ બાળકો સાથે અત્યંત પ્રેમપૂર્વક સંવાદ સાધીને તેમનું ઉત્સાહવર્ધન કર્યું હતું. PM ના આ વાત્સલ્યભર્યા વ્યવહારથી બાળકોના ચહેરા પર આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને સમગ્ર પરિવાર માટે આ પળો અત્યંત યાદગાર બની રહી હતી.


દિલીપ સંઘાણીએ સમગ્ર પરિવાર વતી PM નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો

આ ભાવપૂર્ણ મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતા દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, “PM ની અત્યંત વ્યસ્ત જવાબદારીઓ વચ્ચે અમારા પરિવારને મળેલો તેમનો બહુમૂલ્ય સમય, સહજ આત્મીયતા અને પોતાપણું હૃદયને સ્પર્શી ગયું છે. જૂની પારિવારિક સ્મૃતિઓનું પુનઃ સ્મરણ, બાળકો પ્રત્યે તેમનું વાત્સલ્ય અને બાળકોના ચહેરા પર ખીલેલી મુસ્કાન અમારા સમગ્ર પરિવાર માટે ગૌરવ અને આનંદની અવિસ્મરણીય ક્ષણો છે.” અંતમાં સંઘાણીએ સમગ્ર પરિવાર તરફથી માનનીય PM પ્રત્યે હૃદયના ઊંડાણથી કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Anand News : પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું અને અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી, પેટલાદ ટાઉન પોલીસમાં ફરિયાદ