સરદાર પટેલની દૃષ્ટિ અને સંકલ્પ પેઢીઓને પ્રેરણા આપે છેઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે PM મોદીએ જણાવ્યું હતું કે સરદાર પટેલની અસાધારણ દૃષ્ટિ, અડગ સંકલ્પ અને રાષ્ટ્રીય એકતામાં તેમનું ઐતિહાસિક યોગદાન આજે પણ પેઢીઓ માટે પ્રેરણાસ્રોત છે.
https://x.com/ANI/status/2116420422103343576?a=HX9luFXC1UtHLaR6rBA&s=20
એકતાનગરમાં PM મોદીએ વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતાનગર ખાતે આવેલી વામન વૃક્ષ વાટિકા એટલે કે બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગાર્ડનમાં ઉછેરવામાં આવેલા વિવિધ બોન્સાઈ વૃક્ષો અને પ્રકૃતિના નજારાનું નિરીક્ષણ કર્યું હતું.
https://x.com/ANI/status/2116402505940971529?a=aaHsmcNPgZgadjEfm_A&s=20
એકતાનગરમાં PM મોદીએ રેઇન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી
ગુજરાતના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેઇન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે એકતાનગરમાં રૂ. 400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું.
https://x.com/ANI/status/2116395510030643523?a=O_9sxl7GK08Dq92u6Ec&s=20
એકતાનગરમાં PM મોદીએ વિસ્ટાડોમ બસમાં બેસી રેઇન ફોરેસ્ટની મુલાકાત લીધી
https://x.com/ANI/status/2116392686965895468?s=20
ગોરા-ભદ્રા રોડ વિકાસ, ઝીરો વેસ્ટ સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ
ગુજરાતના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સીવેજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફસાડ લાઇટિંગ, નર્મદા ઘાટનું અપગ્રેડેશન, IRCTC હોટેલ તેમજ રેઇનફોરેસ્ટ, યુનિટી અને ઇકો ટ્રેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગોરા-ભદ્રા રોડ વિકાસ, ઝીરો વેસ્ટ સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ખલવાની ઇકો ટુરિઝમ વિકાસ અને કેક્ટસ-બટરફ્લાય ગાર્ડનના સંકલિત વિકાસકાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
https://x.com/ANI/status/2116387800631349652?a=dn-odajguz12fs83osk&s=20
એકતાનગરમાં PM મોદીના હસ્તે રૂ. 400 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
ગુજરાતના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સ દ્વારા એકતાનગરમાં વિકાસલક્ષી સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
https://x.com/ANI/status/2116386211707203642?a=j1VO_r34FmP-2R_LP24&s=20
એકતાનગરમાં PM મોદીએ સરદાર પટેલને જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પી
ગુજરાતના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે સરદાર પટેલને નમન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
https://x.com/ANI/status/2116377300145229903?a=dRvLREp-mAWMF2XnTd0&s=20
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચેલા PM મોદીએ તેમની પ્રતિમાને નમન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદી, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં તેઓ સહભાગી બનશે. આ દરમિયાન વડાપ્રધાન પરેડનું નિરીક્ષણ કરશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમના આગમનને પગલે તંત્ર દ્વારા સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આજરોજ 31 ઓક્ટોબરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ અવસરે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો યુવાનો સાથે મુખ્યમંત્રીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બીજી તરફ, વડોદરાના ડભોઈ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ હતી, જ્યાં તેમણે ઉપસ્થિત નાગરિકોને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લેવડાવ્યા હતા.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી દ્વારા પુષ્પાંજલિ
દિલ્હી ખાતે પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના દિગ્ગજ નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં સવારે ચરણ પૂજન અને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે.
https://x.com/ANI/status/2116347919901265951?a=nhGUPcZFk4KcC8qgnGo&s=20
એક્તાનગરમાં રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત
સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે PM મોદી દ્વારા આજે એક્તાનગરમાં રેન ફોરેસ્ટ તથા વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લેવામાં આવશે. પ્રકૃતિ અને વિકાસના સમન્વય સમાન આ સ્થળોની મુલાકાત બાદ સાંજે 5:30 વાગ્યે એકતા દિવસની મુખ્ય ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આજના આ તમામ વિશેષ કાર્યક્રમો અને અપડેટ્સ માટે દેશભરની નજર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પર કેન્દ્રિત રહી છે.
આ પણ વાંચો : Ahmedabad: રિવરફ્રન્ટ પર ડિસેમ્બરમાં યોજાશે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો; 14 કરોડના ખર્ચે તૈયારીઓ શરૂ
