જામનગરમાં આગ દુર્ઘટના સામે આવી છે. ધ્રોલમાં નંદનવન સોસાયટીના મકાનમાં અચાનક આગ ફાટી નીકળી. આગ લાગતા ઘરમાં રહેલ એસી, ફર્નિચર સહિતના કિમંતી સામાન બળીને ખાખ થયો. ઘરગથ્થુ સામાનને મોટુ નુકસાન થતા રહીશોમાં ચિંતા પેઠી. નંદનવન સોસાયટીમાં આગ ઘટનાના સમાચાર સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો.


નંદનવન સોસાયટીમાં આગની દુર્ઘટના

ધ્રોલમાં રહેણાંક આવાસમાં આગ દુર્ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. નંદનવન સોસાયટીમાં અશરફભાઈ ઈકબાલભાઈ નગરિયાના મકાનમાં ગઈ કાલે રાત્રિના સમયે અચાનક આગ લાગી. આગને પગલે ઘરમાં રહેતા તમામ લોકો બહાર દોડી ગયા. અને આસપાસના સ્થાનિકોની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો. લોકોની મદદથી આગ પર પાણીનો મારો ચલાવ્યો. પરંતુ આગ વધુ વિકરાળ બની. દરમિયાન આગની ઘટનાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયરબ્રિગેડની તત્કાલ કાર્યવાહી, આગ પર કાબૂ મેળવ્યો

ફાયરબ્રિગેડની ટીમ આગ અકસ્માતનો કોલ મળતા જ તાત્કાલિક બનાવસ્થળ પર પહોંચી. ફાયરબ્રિગેડની તત્કાળ કાર્યવાહીથી આગ પર કાબૂ મેળવાયો. અશરફભાઈ ઈકબાલભાઈ નગરિયાના મકાનમાં લાગેલ આગમાં ઘરનો એસી, ફર્નિચર સહિતના સામાન બળીને ખાખ થયો. અશરફભાઈના ઘરના કિમંતી સામાનને મોટું નુકસાન થયું. આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. આ ઘટના બતાવે છે કે ધ્રોલ શહેરમાં ફાયર સેફટીના નિયમો જાણે કાગળ પૂરતા જ સીમિત રહ્યા હોય લાગી રહ્યુ છે. 

આગની વધતી ઘટનાઓ તંત્રની બેદરકારી

ધ્રોલમાં મોટા પાયે બિલ્ડિંગો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ અગ્નિસુરક્ષા સાધનો વિના જ ધમધમી રહ્યા છે. તંત્ર જાણે કોઈ મોટી જાનહાનિ થાય ત્યાર બાદ જ જાગશે તેવી સ્થિતિ લાગી રહી છે. નિયમોની અવગણના, બિલ્ડિંગોને પરમિશન આપતી વખતે અગ્નિસુરક્ષા તપાસ ન થવી અને જરૂરી સાધનો વિના જ બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવે છે. આગની વધતી ઘટનાઓ તંત્રની બેદરકારી તરફ આંગળી ઉઠાવે છે. પ્રશ્ન એ છે કે આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? 

  • Follow us on: