માથા પર સળગતી ઈંઢોણી લઈને યુવાનો પ્રાચીન રાસ રમે છે. આ ગરબામાં એક વ્યકિત મોદીના માસ્ક સાથે સળગતી ઈઢોળી માથા પર લઈને રાસ રમે છે ત્યારે એવું લાગે છે કે મોદી ખુદ રાસ રમતા હોય જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.
જામનગરમાં નવરાત્રિનો રંગ સતત જામી રહ્યો છે
ખેલૈયાઓ પ્રાચીન ગરબાઓ રમીને સંસકૃતિને ઉજાગર કરી રહ્યાં છે. શહેરમાં ચામુંડા યુવક કુમારીકા ગરબી મંડળ દ્વારા છેલ્લા 45 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ચામુંડા યુવક કુમારિકા ગરબી મંડળમાં યુવકો માથા પર સળગતી ઇંઢોળી લઇને રાસ રમે છે. જેમાં ખાસ આ ગરબામાં ગરબી મંડળના એક સભ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પહેરવેશમાં સળગતી ઈંઢોણી સાથે ગરબે ઘૂમે છે અને માતાજીની આરાધના કરે છે. મોદીની જેમ સ્ટેજ પરથી લોકોનુ અભિવાદન કરે છે. લોકો પણ માથા પર સળગતી ઈઢોળી સાથે મોદીના મુખડા સાથે રાસ રમતા અમિતભાઈ ને મોદી તરીકે જ ઓળખે છે.













