જામનગર માર્કેટિંગ યાર્ડ (APMC) ખાતે હાલમાં મગફળીની અણધારી અને ભારે આવક જોવા મળી રહી છે. યાર્ડમાં મગફળી વેચવા માટે આવતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડ તરફ જતા માર્ગો પર અંદાજે 4 કિલોમીટર લાંબો ટ્રાફિક અને વાહનોની કતારો જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, યાર્ડમાં એકસાથે અંદાજે 400 જેટલાં વાહનો મગફળીનો જથ્થો લઈને પહોંચ્યા છે.

તમિલનાડુના વેપારીઓની ખરીદીથી ખેડૂતોમાં ઉત્સાહ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે વરસાદી ખેંચ કે દુષ્કાળ જેવી સ્થિતિના કારણે મગફળીનું સ્થાનિક ઉત્પાદન અપેક્ષા કરતા ઓછું થયું છે. તેમ છતાં, દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાંથી આવેલા વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. આકર્ષક ભાવ અને તમિલનાડુના વેપારીઓની સક્રિય ખરીદીના કારણે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ આસપાસના અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઉપજ લઈને જામનગર યાર્ડ ખાતે ઉમટી પડ્યા છે.


20 તારીખે આવક બંધ રહ્યા બાદ આજે ફરી ધમધમાટ

તમને જણાવી દઈએ કે, ગત 20 તારીખે મગફળીનો જથ્થો વધુ પ્રમાણમાં આવી જવાથી યાર્ડ સંપૂર્ણપણે ભરાઈ ગયું હતું, જેને કારણે તંત્ર દ્વારા નવી આવક પર અસ્થાયી ધોરણે રોક લગાવવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરીથી મગફળીની આવક સત્તાવાર રીતે શરૂ થતા જ ખેડૂતોના વાહનોનો પ્રવાહ બેકાબૂ બન્યો હતો અને યાર્ડની બહાર લાંબી કતારો લાગી ગઈ હતી.


9 અને 66 નંબરની મગફળીની ધૂમ આવક

વર્તમાન ટ્રેડિંગ સેશનમાં બજારમાં ખાસ કરીને '9 નંબર' અને '66 નંબર'ની મગફળીની સૌથી વધુ આવક નોંધાઈ રહી છે. આટલી ઓછી પેદાશની સ્થિતિ વચ્ચે પણ જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક અને વેપારીઓની ધરાકીને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે વેપારી ધમધમાટ જોવા મળી રહ્યો છે.


https://x.com/sandeshnews/status/2125651102821736786?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2125651102821736786%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


આ પણ વાંચો: 25 November Top News: EPFO માં થયો મોટો બદલાવ, ફ્લાવર શો અને અટલ બ્રિજના ટિકિટ દર જાહેર