ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના નેજા હેઠળ 17થી 19 નવેમ્બર 2026 દરમિયાન એર ફોર્સ સ્ટેશન જામનગર ખાતે બહુરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત સહાયતા સેતુ 2026 સફળતાપૂર્વક યોજી હતી.આ કવાયત ભાગ લેનાર રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશોના સંકલનમાં હાથ ધરવામાં આવી હતી.આ કવાયતનું સમાપન આજે મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન સાથે થયું હતું.જેમાં સંકલિત આપત્તિ પ્રતિભાવ ક્ષમતાઓ દર્શાવવામાં આવી હતી.ત્યારબાદ ભાગ લેનાર મિત્ર વિદેશી દેશોના પ્રતિનિધિમંડળો સાથે સંવાદ યોજાયો હતો.

વાયુસેના

ક્ષમતાઓ સાથે તકનીકી પરિચય સક્ષમ બનાવ્યો

કવાયત સહાયતા સેતુ 2026 એ સામૂહિક સજ્જતા વધારવા અને પરસ્પર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહુ-પરિમાણીય અભિગમ અપનાવ્યો હતો.સેમિનારે જ્ઞાન અને નિપુણતાના આદાન-પ્રદાનને સરળ બનાવ્યું હતું.ટેબલ ટોપ એક્સરસાઇઝએ સિમ્યુલેટેડ આપત્તિ દૃશ્યોમાં નિર્ણય લેવા અને પ્રતિભાવ આયોજન માટે સહયોગાત્મક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.સ્ટેટિક ડિસ્પ્લેએ સાધનો અને ક્ષમતાઓ સાથે તકનીકી પરિચય સક્ષમ બનાવ્યો હતો.જ્યારે મલ્ટી એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશનએ જમીન, હવા અને દરિયાઈ ક્ષેત્રોમાં પસંદગીની કાર્યકારી ક્ષમતાઓ અને આંતર-એજન્સી સંકલનનું વ્યવહારુ પ્રદર્શન પૂરું પાડ્યું હતું.MACDએ સહયોગ મજબૂત કરવા,સમજણ વધારવા અને સામૂહિક પ્રતિભાવ ક્ષમતા ઊભી કરવા માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. 

 https://x.com/spokespersonmod/status/2123387639181304194?s=48



QUAD HADR વર્કિંગ ગ્રુપની બેઠક પણ યોજાઈ

આ કવાયતમાં QUAD HADR વર્કિંગ ગ્રુપની બેઠક પણ યોજાઈ હતી, જેમાં QUAD HADR ભાગીદારી હેઠળ સંકલિત આપત્તિ પ્રતિભાવ પદ્ધતિઓને આગળ વધારવા અને પ્રાદેશિક ક્ષમતા નિર્માણને મજબૂત બનાવવા તરફ ભાગ લેનાર રાષ્ટ્રોની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.

વાયુસેના2

CDSએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આપત્તિ રાહત માટે સંકલિત સમગ્ર રાષ્ટ્ર અભિગમની જરૂર છે.તેમણે એ પણ પ્રકાશ પાડ્યો હતો કે ભારત તેની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને મહાસાગરના વિઝનથી માર્ગદર્શિત થઈને ઇન્ડો-પેસિફિક અને IORમાં એક વિશ્વસનીય પ્રથમ પ્રતિભાવક તરીકે કાર્ય કરે છે.આ કાર્યક્રમમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન.એસ.રાજા સુબ્રમણી, PVSM, AVSM, SM, VSM મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad News: દિલજીત દોસાંજના કોન્સર્ટ પાછળ આખું સરકારી તંત્ર ખડેપગે, સામાન્ય નાગરિકોની સુરક્ષા કોના ભરોસે?