Jamnagarમાં શ્રાવણી મેળા પહેલા જ ઝડપાયો દારૂ, મેળાની જગ્યા પરથી મહિલાની દારૂ સાથે ધરપકડ


જામનગરમાં આગામી શ્રાવણી મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ મેળાનો પ્રારંભ થાય તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે. મેળાના સ્થળ પરથી જ દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે એક મહિલાની ધરપકડ કરી હતી. આ ઘટનાથી મેળાના આયોજન અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા હતા. મેળાની જગ્યાએ મહાનગરપાલિકાના સુરક્ષા કર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

મેળાની જગ્યા પરથી દારુ સાથે મહિલા ઝડપાઇ

ત્યારે તેમને એક જગ્યાએ શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તપાસ કરતા ત્યાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને એક મહિલા દારૂ સાથે હાજર હતી. સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી જ મહિલાની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મેળાની શરૂઆત પહેલા જ આ પ્રકારની ઘટના બનવાથી સુરક્ષા કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

પોલીસે દારુ સાથે મહિલાની ધરપકડ કરી

જામનગરમાં શ્રાવણી મેળો એ શહેરનો એક મોટો ઉત્સવ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આવા ભીડવાળા સ્થળે દારૂનું વેચાણ થતું હોવું તે ગંભીર બાબત છે. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી કે આ મહિલા કોના માટે અને ક્યાંથી દારૂ લાવી હતી. આ ઘટનાએ મેળાની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં લેવા જરૂરી બન્યા છે.


  • Follow us on: