જામનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા તહેવારો અને લોકમેળા પણ છે જેથી જિલ્લા કલેક્ટર દ્વારા આગામી જાહેર રજાઓમાં તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટરના છોડવા માટે સુચના આપવામાં આવી છે.


જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના

જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને સાથે સાથે તહેવારો અને લોકમેળા પણ છે જેને ધ્યાને લઈ આગામી જાહેર રજાઓમાં સરકારી અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ આદેશ જારી

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. જે આદેશ અનુસાર જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

મેડિકલ રજા સિવાયની તમામ રજાઓ રદ

તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા અપાયેલા આદેશ મુજબ જે કર્મચારી કે અધિકારી મેડિકલ રજા પર હોય તે સિવાયની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલ રજા પર છે તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. કલેક્ટરની અગાઉથી લીધેલી પરવાનગી વિના કોઈપણ અધિકારી કે કર્મચારીને પોતાનું હેડક્વાર્ટર છોડવાની નહી મંજૂરી અપાય 

  • Follow us on: