ભાઇ અને બહેનના પ્રેમના પ્રતીક રક્ષાબંધન નો આજે તહેવાર છે. ત્યારે જામનગર જિલ્લા જેલ ખાતે પણ આ તહેવારની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.


જામનગરની જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ

ભાઈ અને બહેનનો સ્નેહ અને પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર. આ દિવસે બહેન ભાઈના જીવનભરના સાથ અને તેમના ભાઈની લાંબી જિંદગી સલામત રહે તે ભાવ અને બંધન સાથે આજના તહેવાની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જામનગરમાં પણ જિલ્લા જેલમાં આજે બંદીવાન ભાઈઓને તેમના બહેન રક્ષા કાજે આ તહેવાર ઉજવી શકે તે માટે જેલમાં પણ રક્ષાબંધન ઉજવણી થઇ શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી જેલમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા

ત્યારે જામનગર જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધતા જેલમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને બહેનો દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે આજના દિવસે ખુશી પણ છે કે અને દુઃખ પણ છે કે મારો ભાઈ જેલમાં છે. ત્યારે દરેક બહેન તેમના ભાઈઓને આવી રીતે રાખડી બાંધવા આવું ન પડે તેવું જણાવ્યું હતું અને વહેલામાં વહેલીતકે જેલમાંથી અમારા ભાઈ જેલમાંથી છૂટી જાય અને દરેકની માફક સમાજમાં ભળી જાય તેવી પ્રાર્થના. આ સાથે કેદીવાન ભાઈઓ પણ તેમની બહેનોને પોતાના ઘર આંગણે વૃક્ષારોપણ કરે અને પર્યાવરણની જાણવણી થાય એ ઉદેશ સાથે વૃક્ષના છોડનું વિતરણ ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • Follow us on: