ગીર સોમનાથના જંગલ વિસ્તારની નજીક આવેલા જૂનાગઢના વિજાપુર ગામમાં મોડી રાત્રે એક સિંહ ગામમાં આવી ચડ્યો હતો. જેના કારણે લોકોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં સિંહ ગામના રસ્તાઓ પર લટાર મારતો સ્પષ્ટપણે દેખાયો હતો. આ ઘટના ગત મોડી રાત્રિ દરમિયાન બની હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સિંહ ગામની શેરીઓમાંથી પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન એક ગાય પણ તેની સામે આવી ગઈ હતી.
મોડી રાત્રે સિંહ ગામમાં આવી ચડ્યો













