ગુજરાતના ગીર જંગલ વિસ્તારમાં વન્યજીવ પ્રાણીઓ વચ્ચેનો એક અત્યંત દુર્લભ અને રોમાંચિત કરનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દીપડા અને મગર વચ્ચેનો જીવ સટોસટનો જંગ કેમેરામાં કેદ થયો છે. ગીરના જંગલની નદી કે તળાવ કિનારે આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. એક મગર શાંતિથી પાણી બહાર નીકળીને સૂર્ય સ્નાન કરી રહ્યો હતો.
જીવ સટોસટનો જંગ કેમેરામાં કેદ
ત્યારે જ પાણીની આસપાસ ઘૂમી રહેલા દીપડાએ તકનો લાભ લીધો હતો. દીપડાએ અચાનક મગર પર હુમલો કર્યો અને તેને દબોચી લેવાનો પ્રયાસ કર્યો હતો. દીપડો તેની ઝડપ અને શક્તિનો ઉપયોગ કરીને મગરના સશક્ત શરીર પર પકડ જમાવવાની કોશિશ કરતો સ્પષ્ટ દેખાય છે. જોકે મગર પણ એટલો જ ખતરનાક અને શક્તિશાળી જીવ હોવાથી તેણે દીપડાના હુમલા સામે જોરદાર પ્રતિકાર કર્યો હતો.













