જુનાગઢની એડિશનલ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચિત કેસમાં આકરો ચુકાદો આપતાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને દોષિત જાહેર કર્યા છે. સરકારી અધિકારીની ફરજમાં અડચણ ઊભી કરવા બદલ નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં કોર્ટે પુરાવા ધ્યાને લઈને આ ચુકાદો સંભળાવ્યો છે.

સરકારી કામકાજમાં દખલગીરી કરવાની ફરિયાદ 

આ સમગ્ર મામલે PGVCL ના અધિકારી હસમુખ સાવલિયા દ્વારા કિરીટ પટેલ સામે સરકારી કામકાજમાં દખલગીરી કરવા અને ફરજમાં રુકાવટ ઊભી કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ ભરોસાપાત્ર દસ્તાવેજી પુરાવાઓની સાથે ઘટના સંબંધિત ચોક્કસ CCTV ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

એડિશનલ કોર્ટે કિરીટ પટેલને કસૂરવાર ઠેરવતો ચૂકાદો

અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને રજૂ કરાયેલા દસ્તાવેજો તથા CCTV પુરાવાઓને મજબૂત આધાર ગણીને એડિશનલ કોર્ટે કિરીટ પટેલને કસૂરવાર ઠેરવતો કડક નિર્ણય સંભળાવ્યો છે. રાજકીય ક્ષેત્રે વજન ધરાવતા નેતા સામે કોર્ટના આ નિર્ણયને પગલે જુનાગઢ સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે...


આ પણ વાંચો    :    Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: કપરાડામાં 16 ઈંચ વરસાદ, શાળા-કોલેજો બંધ, કચ્છના દરિયાકાંઠે 'ઓરેન્જ એલર્ટ' જાહેર