જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક મારામારીનો મામલે આહિર સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.


વિદ્યાર્થીઓના પરિવારો અને આહિર સમાજના અગ્રણીઓમાં ભારે રોષ

જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો, જે મારામારીમાં પરિણમ્યો હતો. આ દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થયા બાદ ભોગ બનનાર વિદ્યાર્થીઓના પરિવારો અને આહિર સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.

શાળા અને હોસ્ટેલની માન્યતા તાત્કાલિક રદ કરવામાં આવે.

તેમનો મુખ્ય આક્ષેપ છે કે શાળા અને હોસ્ટેલ સંચાલકોએ આ ગંભીર ઘટનાને દબાવવાનો અને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સત્ય બહાર ન આવે.. આવેદનપત્રમાં જણાવાયું હતું કે સંચાલકોની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાથી શાળા અને હોસ્ટેલની માન્યતા તાત્કાલિક રદ કરવામાં આવે.

હોસ્ટેલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી

આવેગદન પત્રમાં આ ગંભીર ઘટના માટે જવાબદાર શાળા અને હોસ્ટેલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.......


  • Follow us on: