જૂનાગઢના દાતાર ડુંગર ઉપરના જંગલ વિસ્તાર આજુબાજુમાં ચંદન ચોરીના નિષ્ફળ પ્રયાસ બાદ વન વિભાગ દ્વારા હજુ પણ સર્ચ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાત જેટલા ચંદનના વૃક્ષનું કટીંગ કરતા હોવાની જાણ થતા વન વિભાગ દોડતું થયું હતું અને ચંદનચોર ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
વન વિભાગના સ્ટાફે જંગલમાં પેટ્રોલિંગ કર્યુ શરૂ
દાતાર જંગલ વિસ્તારમાં 300 પગથિયા પાસે વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગ કરતો હતો તે દરમિયાન ડુંગર ઉપર કેટલાક તત્વો ચંદનના ઝાડવા કાપતા હોવાનો અવાજ સાંભળવા મળ્યો હતો જેથી વન વિભાગ નો સ્ટાફ સતત બન્યું અને અન્ય સ્ટાફને બોલાવી સમગ્ર જંગલને ઘેરી લેવામાં આવ્યો હતો, પરંતુ ચંદન ચોરી કરતા તત્વો વન વિભાગના સ્ટાફને જોઈને તેમની ઉપર કુહાડી જેવા હથિયારો ફેંકી રફુચક્કર થઈ ગયા હતા, વન વિભાગ આરોપીને પકડી શકે તે પહેલાં જ તેઓ જંગલમાં ગાયબ થઈ ગયા હતા.
બહારના રાજયના લોકો કરે છે ચંદન ચોરી
વન વિભાગના સ્ટાફને સાવચેત કરાયા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ચંદન ચોરને પકડી પાડવા માટે વન વિભાગ દ્વારા એક ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ ટીમ સમગ્ર વિસ્તારમાં પૂછપરછ પણ કરી રહી છે, ચંદન ચોરી કરતા તત્વોની એક ખાસિયત હોય છે. પરપ્રાંતિય શખ્સો દ્વારા કૃત્ય કરતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં મજૂરી કામે આવતા આવા શકશો ચંદન ચોરી કરતો હોવાની ભૂતકાળમાં પણ ઘણી ઘટનાઓ બની છે અને તેમાં આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે.
ચંદન ચોરીના કેસમાં કયા રાજ્યની ટીમ સક્રિય છે તે અંગે તપાસ શરૂ છે
આ લોકો ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહીને જંગલમાં જ પસાર કરતા હોય છે અને મોકો મળે ત્યારે ચંદનના વૃક્ષોનું કટીંગ કરી અને તેને લઈને બારોબાર વેચી નાખતા હોય છે, ગુનાહિત માનસિકતા ધરાવતા આવા તત્વોને પકડી પાડવા માટે વન વિભાગની ટીમ સક્રિય બની છે અને ટૂંક સમયમાં જ આવા તત્વોને પકડી લેવાની ખાતરી પણ આપવામાં આવી છે. બે વર્ષ અગાઉ જૂનાગઢ જિલ્લામાં ચંદન ચોરી કરતા તત્વોની ટોળકી ઝડપાઈ હતી જેમાં ૪૫ કેટલા આરોપીનો ધરપકડ કરવામાં આવી હતી ત્યારે દાતરના જંગલમાં નિષ્ફળ પ્રયાસ થયેલા ચંદન ચોરીના કેસમાં કયા રાજ્યની ટીમ સક્રિય છે તે અંગે તપાસ શરૂ છે.