જૂનાગઢમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ વિવાદમાં સપડાઈ છે. હોસ્ટેલમાં બાળકોને લગતા નિયમોનું પાલન ન થતું હોવાની ફરિયાદને આધારે ગાંધીનગર બાળ આયોગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં અનેક ગંભીર બેદરકારીઓ સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચલાવવામાં આવી રહી હતી. હોસ્ટેલમાં સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓને એક જ રૂમમાં રાખવામાં આવતા હતા.


હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચલાવતા હોવાનું આવ્યું સામે

જે બાળકોની સુરક્ષા અને યોગ્ય વાતાવરણ માટે યોગ્ય નથી. આ ઉપરાંત બાળકોને સાંજે નાસ્તો પણ આપવામાં આવતો નહોતો. હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા પણ નબળી હોવાનું બહાર આવ્યું છે. સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થીઓની એન્ટ્રી અને એક્ઝિટ સ્પષ્ટ રીતે થતી ન હતી. જેનાથી બાળકોની સુરક્ષા જોખમમાં મુકાય છે. વધુમાં સામાન્ય રીતે હોસ્ટેલ ચલાવવા માટે એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.

સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓને એક સાથે રખાયા

પરંતુ આ કિસ્સામાં શાળા સંચાલક અને હોસ્ટેલ સંચાલક વચ્ચે કોઈ એજન્સી ન હોવાનું ખુલ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે હોસ્ટેલ ચલાવનાર સંચાલકને બાળકોની સંસ્થા ચલાવવાનો કોઈ પૂર્વ અનુભવ નહોતો. આ તમામ તથ્યો દર્શાવે છે કે આ હોસ્ટેલ બાળકોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપતી ન હતી. બાળ આયોગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


  • Follow us on: