ગુજરાતના જૂનાગઢ (Junagadh) ખાતે યોજાતી પવિત્ર ગિરનાર લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) ના રૂટ પર લાખોની સંખ્યામાં ઉમટનારા શ્રદ્ધાળુઓની સલામતી માટે વન વિભાગ (Forest Department) અને પોલીસ તંત્ર (Police Department) દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. લીલી પરિક્રમાનો સમગ્ર માર્ગ ગીરના ગાઢ જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોવાથી અહીં સિંહ, દીપડા સહિતના જંગલી પ્રાણીઓ (Wild Animals) નો સતત ખતરો રહે છે. આ બાબતને ગંભીરતાથી લઈને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા વિશેષ અને સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
પરિક્રમાના અલગ-અલગ પોઇન્ટે ચેકપોઇન્ટ ઊભા કરાયા
જંગલ વિસ્તારમાં યાત્રાળુઓની હિલચાલ પર નિયંત્રણ અને માર્ગદર્શન માટે પરિક્રમા રૂટના અલગ-અલગ સંવેદનશીલ પોઇન્ટ પર વન વિભાગના ખાસ ચેકપોઇન્ટ (Checkpoints) ઊભા કરવામાં આવ્યા છે. આ દરેક પોઇન્ટ પર વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ રાત-દિવસ ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. જંગલી પ્રાણીઓ પરિક્રમા રૂટ તરફ ન આવે અને શ્રદ્ધાળુઓ પણ નિર્ધારિત રસ્તાની બહાર જંગલમાં ન જાય તે માટે સતત તકેદારી રાખવામાં આવી રહી છે.
