ગુજરાતના જૂનાગઢ (Junagadh) જિલ્લાના વિસાવદર (Visavadar) પંથકમાંથી માનવ અને વન્યજીવ સંઘર્ષની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. વિસાવદર તાલુકાના રબારીકા (Rabarika) ગામમાં ખેતરમાં કામ કરતા સમયે એક સિંહણ (Lioness) એ અચાનક હુમલો કરી દેતા 55 વર્ષ (55 Years) ના ખેડૂતનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર સિંહણ ત્રાટકતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો
આ દુઃખદ બનાવની જાણ થતાં જ વન વિભાગ (Forest Department) નો સ્ટાફ તાત્કાલિક રબારીકા ગામ અને ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગની ટીમે મૃતદેહનો કબજો મેળવીને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ હુમલો કરનાર સિંહણને સુરક્ષિત રીતે પકડી પાડવા માટે સંબંધિત વિસ્તારમાં પાંજરાં (Cages) મૂકવાની કામગીરી શરૂ કરી છે. સિંહણની હિલચાલ પર વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
