જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ બેડામાં ધરખમ ફેરફારો કરતાં 9 પોલીસ ઈન્સ્પેક્ટર (PI) અને 8 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. એકસાથે 17 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી થતાં જૂનાગઢ પોલીસ આલમમાં ભારે ચર્ચા જાગી છે.

ક્રાઈમ બ્રાન્ચ અને SOG માં નવા અધિકારીઓની નિમણૂક

આ આંતરિક તબદીલીમાં જિલ્લાની મુખ્ય તપાસ એજન્સીઓમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના PI તરીકે બી.જે. ચેતરીયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની કમાન પી. કે. ચાવડાને સોંપવામાં આવી છે. મહત્વની શાખાઓમાં અનુભવી અધિકારીઓની તૈનાતીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં મદદ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.

મહત્વના પોલીસ સ્ટેશનોના વડા બદલાયા

જિલ્લા પોલીસ વડાના આદેશથી ભવનાથ, માંગરોળ અને માળિયા પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તથા ભેંસાણ પોલીસ સ્ટેશનમાં પણ પીઆઈની આંતરિક ફેરબદલ કરાઈ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને પોલીસ કામગીરીને વધુ ક્ષમતાવાન બનાવવા માટે જિલ્લા SP દ્વારા આ વહીવટી બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Suratમાં કપલ સ્વેપિંગના નામે મહિલા પર શારીરિક-માનસિક અત્યાચાર! વિરોધ કરવા બદલ માર મારનાર પતિ સહિત 5 સામે ફરિયાદ