જૂનાગઢ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. માંગરોળ-પોરબંદર હાઇવે પર પૂરઝડપે આવી રહેલી ટ્રક અને રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર થવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, રિક્ષાના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.

રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત

પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત બાદ ટ્રક ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે બેકાબૂ બનેલી ટ્રક રોડ પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોડ પર લોકોનાં ભારે ટોળાં ઉમટી પડ્યા હતા.

Junagadh News: Rickshaw Driver Killed in Truck Collision on Mangrol-Porbandar Road

પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવવાની સાથે જ મૃતદેહને કબ્જે કરીને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે. તેમજ ટ્રક ચાલક સામે ગુનો નોંધીને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગેની સઘન તપાસ શરૂ કરી છે.

Junagadh News: Rickshaw Driver Killed in Truck Collision on Mangrol-Porbandar Road


આ પણ વાંચો: Junagadh News: ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે પોલીસમાં લેખિત ફરિયાદ, જાનથી મારવાની ધમકીનો આરોપ