જુનાગઢ જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરી ને લઈને ઊઠેલી ફરિયાદના આધારે સોનારડી ગામમાં ખનીજચોરીના દોરડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં લાખો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. જિલ્લામાં માંગરોળ ચોરવાડ સહિતના અનેક જગ્યાએ બેફામ થતી ખનીજ ચોરીની ઘટનાઓ વધતા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.


ધારાસભ્યએ કાર્યવાહીની કરી માગ

ખનીજ ચોરીને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. જેના બાદ ગઈકાલે બોડી સાંજે વંથલી તાલુકાના સોનારડી ગામમાં બેફામ થતી ખનીજ ચોરી અટકાવવા જાગૃત નાગરિક દ્વારા એચડી એમને જાણ કરવામાં આવતા વંથલી એસટીએમએ ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને સોનારડી ગામમાં દોરડો પાડ્યો હતો. વંથલી એસટીએમએ પાડેલ દરોડામાં મોટે પાયે ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે.

ખનીજ ચોરીના નેટવર્કનો પર્દાફાશ

ખનીજ ચોરીનું એક વ્યાપક નેટવર્ક જુનાગઢ જિલ્લામાં ચાલી રહ્યું છે તેવો ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા આક્ષેપ કરાયો. ધારાસભ્ય આ બાબતની જાણ કરતો ખાણ ખનીજ વિભાગના અધિકારીને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું કે બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવી જોઈએ. વંથલી એસટીએમ દ્વારા દરોડા પાડી બે ટ્રક અને હિટાચી મશીન ઝડપી લેવામાં આવ્યું છે. દરોડા પાડ્યા પાદ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી. જો કે તંત્રની રહેમ નજર તળે બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર કાર્યવાહી થશે કે નહી તેને લઈને સ્થાનિકોમાં સવાલ છે?

  • Follow us on: