હાલમાં ગુજરાતમાં રાજકીય ડ્રામા વિવાદ વધારી રહ્યો છે. નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. તેવામાં ભાજપના વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેઓ આ વીડિયોમાં બેફામ પણે ગાળો બોલતા નજરે પડી રહ્યાં છે. આ વીડિયોમાં તેઓ કોઈ યુવાન પર હુમલો કરી ગાળો બોલી રહ્યા હોવાનું માલુમ પડ્યું છે.  

પીડિત યુવાન વંથલીથી માણાવદર તરફ જઈ રહ્યો હતો

જૂનાગઢ પંથકમાં માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે.આ વીડિયો સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.આ ઘટના ત્યારે બની હતી જ્યારે પીડિત યુવાન વંથલીથી માણાવદર તરફ જઈ રહ્યો હતો.તે દરમિયાન રસ્તામાં ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથે તેનો ભેટો થયો હતો.મુલાકાત દરમિયાન બંને વચ્ચેનું વાતાવરણ અત્યંત ગરમાયું હતું. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અતિશય ગુસ્સામાં દેખાય છે.તેમણે યુવાન ઉપર હુમલો કરી દીધો હોવાનું પણ કહેવાય છે.હુમલો કરવાની સાથે ધારાસભ્ય દ્વારા જાહેરમાં અત્યંત બેફામ ગાળો ભાંડવામાં આવી હતી.યુવાન કંઈ સમજે તે પહેલાં તેના પર ગાળોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો.

યુવાન વિરુદ્ધ અપમાનજનક ભાષા વાપરવામાં આવી

વીડિયોમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા યુવાન વિરુદ્ધ અપમાનજનક ભાષા વાપરવામાં આવી હતી.ધારાસભ્યએ યુવાનને ઉદ્દેશીને ગોધરીયા શબ્દનો પ્રયોગ કર્યો હતો.અપશબ્દો બોલવાની સાથે ધારાસભ્ય ખૂબ રોષે ભરાયા હતા.તેમણે યુવાનને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી દીધી હતી.આટલેથી ન અટકતાં ધારાસભ્યએ યુવાનને માણાવદર છોડી દેવા ધમકી આપી હતી.તેમણે યુવાનને અહીંથી જતા રહેવા માટે સ્પષ્ટ શબ્દોમાં ધમકાવ્યો હતો.ધારાસભ્યનું આવું ઉગ્ર રૂપ જોઈને પીડિત યુવાન ભારે દહેશતમાં આવી ગયો હતો.જાનથી મારી નાખવાની ધમકી મળતાં પીડિત યુવાન ભારે ચિંતામાં મુકાયો છે. માણાવદર છોડી જવાની ધમકી અપાતા તેણે ઘર છોડવાની તૈયારી કરી છે.યુવાને પોતાના પરિવાર સાથે ઘરવખરી અને તમામ સામાનનું પેકિંગ કરી લીધું છે. માણાવદરમાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક સ્તરે અનેક તર્કવિતર્કો વહેતા થયા છે. 

આ પણ વાંચોઃ 20 November Top News: અક્વાન વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટકશે, બુલેટ ટ્રેન માટે વીજ પુરવઠો શરૂ થશે