સૌરાષ્ટ્રમાં ગેરકાયદે બાયોડીઝલના કાળા કારોબારને નાબૂદ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મોટી અને સપાટાબંધ કાર્યવાહી કરવામાં આવી છે. એસએમસીની ટીમ દ્વારા બાતમીના આધારે જૂનાગઢ જિલ્લામાં અલગ-અલગ 3 સ્થળો પર એકસાથે રેડ કરવામાં આવી હતી. પોલીસની આ ઓચંતી કાર્યવાહીને પગલે ગેરકાયદે ઇંધણનું વેચાણ કરતા માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

રૂપિયા 2.13 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી મોટા પાયે ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન કુલ 30,970 લીટર શંકાસ્પદ જ્વલનશીલ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે. 

Junagadh News SMC Raid on Illegal Biodiesel Worth Rs 2.13 Crore (4)

આ ઉપરાંત ઇંધણની હેરાફેરી અને સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતા 15 વાહનો, 9 મોટા ટાંકા, ઇલેક્ટ્રિક મોટરો સહિત અન્ય સાધનો મળીને કુલ રૂપિયા 2.13 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો છે.

Junagadh News SMC Raid on Illegal Biodiesel Worth Rs 2.13 Crore (3)

ચોરવાડ અને માણાવદરમાં ગુના દાખલ

આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 8 આરોપીઓની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી લીધી છે, જ્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય 5 આરોપીઓ હજુ પણ ફરાર છે, જેમને વોન્ટેડ જાહેર કરાયા છે. 

Junagadh News SMC Raid on Illegal Biodiesel Worth Rs 2.13 Crore (2)

આ ગેરકાયદે કાળા બજાર અંગે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને માણાવદર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ કાયદેસરના ગુના નોંધીને એસએમસી અને સ્થાનિક પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Junagadh News: માંગરોળના દિવાસા ગામની ગૌચર જમીન પર ગેરકાયદે ખનન, સરપંચે કરી લેખિત રજૂઆત