કમોસમી વરસાદે ફરી એક વાર ગુજરાતના નદી નાળા અને ડેમને છલકાવી દીધા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે હાલ સ્થિતિ ચિંતાજનક નથી પણ નદી કિનારાના ગામોના લોકોને સાવધ રહેવા જણાવાયું છે.


 નર્મદા ડેમનો 1 દરવાજો 62 સેમી ખોલવામાં આવ્યો

ઉપરવાસમાં થયેલા ભારે કમોસમી વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે જેથી નર્મદા ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમનો 1 દરવાજો 62 સેમી ખોલવામાં આવ્યો છે.

40000 ક્યુસેક પાણીની જાવક

સવારે 10 વાગે નર્મદા ડેમનો 1 દરવાજો 62 સેમી ખોલવામાં આવ્યો છે. જેથી 5 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. અગાઉથી જ પાવર હાઉસ મારફતે 35000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી હવે 40000 ક્યુસેક પાણીની જાવક છે. જો કે હાલ કોઇ ભયજનક સ્થિતિ નથી પણ નદી કાંઠાના ગામોના લોકોને સાવધ રહેવા જણાવાયું છે.

 ફરી એકવાર નદી નાળા છલકાયા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ મધ્ય ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે ફરી એકવાર નદી નાળા છલકાયા છે. ગીર સોમનાથના વેરાવળમાં દેવકા નદી બેકાંઠે વહી રહી છે. ભાવનગરમાં ગૌરીશંકર સરોવર ઓવરફ્લો થયો છે તો અમરેલીમાં પણ નદીઓ બે કાંઠે વહી રહી છે. બીજી તરફ ખેડૂતોના પાકને મોટું નુકશાન થયું છે.


  • Follow us on: