આ મહિલા સવારે હોસ્પિટલમાં આવી હતી. જયારે તે મુખ્ય પ્રવેશદ્વાર પાસેથી અંદર પ્રવેશવાની પ્રયત્ન કરી રહી હતી, ત્યારે અચાનક તેનો એક પગ ગેટમાં મુકેલી પાઇપો વચ્ચે જઈ ફસાઈ ગયો હતો. પાઇપોની વચ્ચે જગ્યા એટલી ઓછી હતી કે મહિલાને પગ બહાર કાઢવો અશક્ય બની ગયો હતો.
ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી
આ ઘટનાની જાણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તરત જ નડિયાદ નગરપાલિકા ફાયર વિભાગને કરવામાં આવી. ફાયર વિભાગના જવાનો સ્થાને પોંચીને તત્કાલ બચાવ કામગીરી શરૂ કરી. તેમણે હાઈડ્રોલિક સ્પ્રેડર મશીનના ઉપયોગથી પાઇપો વચ્ચેનું અંતર ધીમે ધીમે વધાર્યું અને અંદાજે 20 મિનિટની મહેનત બાદ મહિલાનો પગ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો.
મહિલાના પગની તપાસ કરવામાં આવી
મહિલાને તરત હોસ્પિટલની ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવી જ્યાં પગની સામાન્ય તપાસ કરવામાં આવી. ઘટનાને લઈને દર્દીઓ અને તેમના પરિજનોમાં થોડો સમય માટે અફરાતફરી વ્યાપી ગઈ હતી. હોસ્પિટલના સ્ટાફે પણ ઘટનાને ગંભીરતાથી લઈ ફાયર વિભાગની સાથે સહકાર આપ્યો હતો.
સુરક્ષાની પર્યાપ્ત વ્યવસ્થાઓ કેમ ન હોય
આ ઘટના એ પ્રશ્ન ઊભો કરે છે કે જાહેર સ્થળો પર ખાસ કરીને સરકારી હોસ્પિટલ જેવા વિસ્તારોમાં સુરક્ષાની પર્યાપ્ત વ્યવસ્થાઓ કેમ ન હોય? આવી પાઇપો વચ્ચે બાળક કે વૃદ્ધ વ્યક્તિ પણ ફસાઈ શકે છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. સિવિલ હોસ્પિટલના ગેટ અને આસપાસના વિસ્તારોનું તાત્કાલિક સર્વે કરી જરૂરી સુરક્ષાત્મક સુધારાઓ કરાવા જરૂરી છે.